ભારતએ એકતાનો પ્રતીક દેશ છે. તેમાં કોઇ શંકા નથી. ભારતમાં ઘણા ધર્મના લોકો એક સાથે રહે છે. દર દિવસે એવી ઘટનાઓ થતી રહે છે. જે આપણને ગર્વ અપાવે છે. આજે આપણે એક એવી જ જગ્યા વિશે વાત કરીશું જે ભારતના ઇતિહાસમાં એકતાનું પ્રતિક છે. આજે આપણે એક એવી દરગાહ વિશે વાત કરીશું. જ્યાં મુસ્લિમ લોકોને શુધ્ધ શાકાહારી ભોજનનો પાઠ ભણાવવામાં આવે છે. તો હિન્દુઓ રમજાનના પવિત્ર માસમાં આખો મહિનો રોઝા રાખે છે.
રમજાનના મહિનાઓમાં મુસ્લમાન લોકો રોઝા રાખે છે. જેમ બધા જાણે છે કે મુસ્લિમોનો નો મુખ્ય આહાર માંસાહાર હોય છે. પરંતુ આગરાની ખ્વાજા શેખ સૈયદ ફતિહુદીન બલખી અલમારૂફ તારાશાહ ચિશ્તી સબારીની દરગાહમાં બધું અલગજ છે. અહીં આ શાકાહારી પર ઇબાદત કરવા આવતા દરેક મુસ્લમાન શુધ્ધ લોકોમાં મુસ્લિમ કરતા હિન્દુઓની સંખ્યા વધારે છે.
આ દરગાહ પર રમજાનના મહિનામાં રોઝા રાખનાર લોકોની સંખ્યામાં હિન્દુઓ વધારે હોય છે. આ દરગાહ પર હિન્દુ લોકો જ મુસ્લિમ લોકો માટે ઇફ્તાર બનાવે છે. અને અહીં દરગાહ પર આવતા હિન્દુ લોકો નમાજ અદા કરે છે. આ દરગાહ એક એવી માન્યતા છે કે શેખ સૈયદ બાબાને માંસાહારથી શખ્ત નફરત હતી. અને મુસ્લિમથી વધારે તેમના હિન્દુ અનુયાઇ હતા. આ જ પ્રથા આજે પણ અહીં ચાલુ રાખવામાં આવી છે.