- વડોદરાના સાવલીમાં સર્જાયેલા અકસ્માતમાં વધુ બે લોકોના મોત નીપજતા મૃત્યુઆંક 7ને આંબ્યો
રાજ્યમાં અલગ અલગ અકસ્માતના બનાવમાં 15 લોકો કાળનો કોળિયો બન્યા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્યમાં જાણે કાળચક્ર ફરી વળ્યો હોય તેવી રીતે સાત અલગ અલગ અકસ્માતના બનાવમાં ડઝનથી વધુ લોકોના મોત નીપજ્યા છે.
પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ પાંચેક દિવસ પૂર્વે સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત તમામ લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 1 વ્યક્તિ બાદ ફરી 4 લોકોના મૃત્યુ થયા હતા અને આજે સવારે વધુ બે લોકો મૃત્યુ પામેલ છે. જેથી મૃત્યુઆંક 7ને આંબી ગયો છે.
અગાઉ મોતને ભેટેલા મૃતકની જો વાત કરવામાં આવે તો તેમાં ગીરીશભાઈ રાજ ઉંમર 60, રમીલાબેન દિલીપભાઈ ઉંમર વર્ષ 30, શારદાબેન છત્રસિંહ રાજ, કેસરબેન રણજીતસિંહ રાજ ઉમંર 54, સાકરબેન દયાભાઈ પરમાર ઉંમર 60 છે. આ સાથે ઈજાગ્રસ્તોમાં 3 વ્યક્તિની સ્થિતિ ગંભીર હતી જેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા જે પૈકી બે લોકોના મોતના અહેવાલ છે. સાવલી ગામ નજીકથી 40થી વધુ લોકો ટેમ્પામાં બેસીને બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આઈસર સાથે અકસ્માત થતા 30 વધુ લોકો ઘાયલ થયા હતા.
બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરનાં હડાળા ગામે ફરીદાબેન ઇકબાલભાઈ સરવદી નામના ૩૪ વર્ષીય પરિણીતા અને સંબંધી મહિલા ઉર્ષના મેળામાંથી પરત ફરી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ઓળંગતી વખતે ટ્રેક અડફેટે લેતા ફરીદાબેનનું મોત નિપજ્યું છે જ્યારે સાથે રહેલી સંબંધી મહિલાને ઈજા થઈ હતી.બનાવવી જાણ થતાં સ્થાનિક પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી છે.મૃતક મહિલા હડાળા રહેતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ડ્રાઈવીંગ કરે છે. ફરિદાબેન તેના સંતાનો અને સંબંધીઓ સાથે કચ્છના હાજીપીરે ઉર્ષનાં મેળામાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ રીક્ષામાં ઉતરી તે અન્ય મહિલા સંબંધી સાથે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે લેતા ગંભીર ઇજાગ્રસ્ત બનેલા ફરિદાબેનનું સારવારમાં મોત નિપજ્યું છે.
સંતરામપુર તાલુકાના ગોઠીબ વડા તળાવ પાસે એક જ બાઇક પર બે સગાભાઇઓ સહીત 4 યુવાનો લગ્ર પ્રસંગમા જતા હતા. ત્યાએ અજાણ્યા વાહનને ટકકર મારતાં બે ભાઇઓ સહિત 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. એકને ઇજાઓ પહોચી હતી. સંતરામપુર પોલીસે અજાણ્યા વાહન સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.સંતરામપુર તાલુકાના ડોળી ગામના બે ભાઇઓ અશોકભાઈ મુકેશભાઈ ચારેલ અને સમીરભાઈ મુકેશભાઈ ચારેલ તથા મનોજભાઈ અર્જનભાઈ નીનામા અને રોહિતભાઈ ઈશ્વરભાઈ નીનામા એક જ બાઇક પર ખેરવા ગામેથી ભોજેલા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા હતા. તે દરમ્યાન ગોઠીબ ગામના વડા તળાવ પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનુ વાહન પુરપાટ હકારીને બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 4 યુવાનો ગંભીર ઇજાઓ થતાં બે ભાઇઓ અશોકભાઇ અને સમીરભાઇ તથા મનોજભાઇ નિનામાના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જે બાદ વધુ એક યુવાનનું મોત નીપજ્યું હતું.
જામનગર-ખંભાળિયા હાઇ-વે પર નાઘેડી પાસે સાઇડ બંધ હોવા છતાં રસ્તો ઓળંગવાની કોશિશ કરતા ટ્રક સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર હિટ એન્ડ રનનો વધુ એક અકસ્માત બન્યો હતો. જેમાં નાઘેડી ગામના ૭૦ વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો છે. લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. બાઇકનો ચાલક સાઇડ બંધ હોવા છતાં પોતાનું વાહન ચાલુ કરી દઇ રસ્તો ઓળંગવા જતાં સામેથી આવી રહેલા ટ્રક સાથે ટકરાઇ ગયો હતો અને ગંભીર સ્વરૃપે ઘાયલ થયાં બાદ મોત નીપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગતે એવી છે કે નાઘેડી ગામમાં રહેતા દીપસિંહ વાળા નામના ૭૦ વર્ષના આઘેડ સવારે નાઘેડી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.૧૦ સી.એન.૯૭૮૭ નંબરની કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર ઈજા થવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.
જામનગરથી નારણપર જતાં કારની ઠોકરે દંપતીનું મોત
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા જયેશભાઈ જયંતીભાઈ ફલિયા (ઉં.વ.૪૦) અને તેમના પતી કાજલબેન જયેશભાઈ ફલિયા (ઉ.વ.૩૮) કે જેઓ બંને પોતાના કાકા જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા હોવાથી તેમના ઘેર આંટો દેવા તેમજ ખરીદી કરવાની હોવાથી રવિવારની સાંજે પોતાના બાઈક પર બેસીને જામનગર આવ્યા હતા, અને ત્યારબાદ મોડી રાતે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ બાઈક પર પોતાના ઘેર નારણપર જવા માટે પરત ફર્યા હતા.દરમિયાન નારણપર ગામની ગોલાઈ પાસે હાઈવે રોડ પર સ્વીફ્ટ કારના ચાલકે રોંગ સાઈડમાં આવી બાઈકને ઠોકરે ચડાવી દેતાં ગોઝારો અકસ્માત સર્જયો હતો. કારચાલકની સ્પીડ એટલી હતી કે બાઈકની ટક્કર સાથે દંપત્તિ બાઈક સહિત 50 ફૂટ દૂર સુધી ઢસડાયા હતા. જેમાં કાજલર્બન નું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજયું હતું, જ્યારે તેની નજર સમક્ષ તેણીના પતિ જયેશભાઈ જીવન મરણના ઝોલાં ખાઈ રહ્યા હતા, તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં થોડી ક્ષણોમાંજ તેનું પણ મૃત્યુ નિપજતાં આ ગોઝારા અકસ્માતમાં પતિ-પત્ની બંનેના મૃત્યુ થયા હતા, અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
બગસરામાં મીની બસ પલ્ટી મારી જતાં 2 મુસાફરોના મોત : 16 ઈજાગ્રસ્ત
બગસરા બાય પાસ પાસે મચ્છુ આઈના મંદિર પાસે શ્યામ ટ્રાવેલ્સ નામની ખાનગી ટ્રાવેલ્સ બસ અમરેલીથી વિસાવદરના ઇશ્વરિયા ગામે કંકુ પગલાં માટે ગયેલા પરિવારના સભ્યો પરત ફરતી વેળાએ બગસરા પાસે અક્સ્માત નડતાં એક મહિલા ગીતાબેન હસમુખભાઈ રૂડાણી ઉંમર વર્ષ 60 રહે બરાડિયા ગીર અને આરનાબેન હિરેનભાઈ રૂડાણી ઉંમર વર્ષ 7 રહે બારડીયા ગીર ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય 16 વ્યક્તિને ઇજા તથા બે ગંભીર હાલતમાં થતાં અમુક વ્યક્તિને અમરેલી તો અમુકને જૂનાગઢ તો અમુકને રાજકોટ ખાતે રીફર કરેલ છે.
દ્વારકાધીશને શીશ ઝુંકાવી પરત ફરતા ટંકારાના હીરાપર ગામ પાસે એક જ પરિવારના બે
ટંકારા લતિપર રોડ ઉપર વહેલી સવારે દ્રારકા દર્શન કરી પરત ફરતા બારોટ પરીવારને અકસ્માત નડતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા થી લતિપર રોડ ઉપર હિરાપર ના પાટીયા પાસે જીજે-36-એફ-0720 નંબરની અલ્ટો કાર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર 7 લોકો પૈકી ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ ઉ. વ 39, તેમના પત્ની જલ્પાબેન ઉ. વ. 30 અને પુત્રી આસ્થા ઉ.વ.9, તુલસી ઉ.વ. 5, જીનલ ઉ.વ. 1 ને ઈજા થતા ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. જયારે કારમાં સવાર પૈકી નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ ઉ. વ 65 અને ગૌરીબેન રામકુમાર રેણુકા ઉ.વ. 70નુ ધટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત નો ભોગ બનનાર મુળ સુરેન્દ્રનગર ના અને હાલ રહે બધા મોરબી ધુંટુ રામકો વિલેજ વાળા બારોકજી પરીવારના છે તેઓ દ્રારકા દર્શન કરી ધરે પરત ફરતા હતા ત્યારે ટંકારા નજીક અકસ્માત સર્જાયો હતો.