અગાઉ અમદાવાદ પૂર્વ બેઠકમાંથી ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ આજે પક્ષ જ છોડી દીધો : એક નેતાના અહંકારી, વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે, મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું : રોહનનો આરોપ
ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે. કે કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગને મોકલી દીધુ છે.
બિમલ શાહે કહ્યું કે, નાની ઉંમરમાં રોહન ગુપ્તાને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી હતી. રોહન ગુપ્તાનો રાજીનામું આપવાનો નિર્ણય ખોટો છે. આવા સંજોગોમાં રાજીનામું ન આપવું જોઈએ. રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ’છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.’ અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા.
રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.એક નેતાના અહંકારી, અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે.
મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ. મે મારી ઉમેદવારી પાછી ખેંચીને જીનનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.રોહને મંગળવારે (19 માર્ચ) કહ્યું હતું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા અને તેમના પર દબાણ લાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા હતા.