અમેરિકાની સૌથી મોટી ઓઇલ પાઇપલાઇન ઉપર સાયબર એટેક થયા બાદ રાષ્ટ્રપતિ બિડેનના વહીવટીતંત્રે કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. કોલોનિયલ પાઇપલાઇન કંપની દરરોજ 25 લાખ બેરલ તેલ સપ્લાય કરે છે. અહીંથી USના પૂર્વ કિનારે આવેલા રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ગેસો આ પાઇપલાઇનમાંથી પસાર થાય છે.

Colinial Pipelines
શુક્રવારે હેકર્સ દ્વારા આ પાઇપલાઇની સાયબર સિક્યુરિટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ન્યુયોર્કમાં રિકવરી ટેન્કરો દ્વારા તેલ અને ગેસની સપ્લાય કરી શકાય છે. આ હુમલાની સૌથી વધુ અસર એટલાન્ટા અને ટેનેસીને થશે. જો આ હુમલામાં રિકરવી કરવામાં ના આવી તો તેની અસર ન્યૂયોર્ક શહેરને પણ થઈ શકે છે. રવિવારની રાત સુધીમાં કંપનીની 4 મુખ્ય લાઇનો બંધ પડી હતી. બંધ લાઈનો વિશે માહિતી મેળવતા હુમલો થયું હોવાનું જાણવા મળતાં, કંપનીએ તેની કેટલીક લાઈનો કાપી નાખી હતી.

તેલના ભાવ વધી શકે

કોરોના સંક્રમણને કારણે કંપનીના મોટાભાગના ટેક્નિકલ ડીપાર્ટમેન્ટના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, તેથી હેકર્સને હુમલો કરવામાં સરળતા રહી. સાયબર એટેકને કારણે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં 2 થી 3% સુધીનો વધારો થઈ શકે છે. જો ટૂંક સમયમાં આ હુમલાનો ઉપાય શોધવામાં નહીં આવે તો કિંમતોમાં વધારો થઈ શકે છે.

Colo
100 GB ડેટા હેક કર્યો

સાયબર એટેકનો આરોપ ડાર્કસાઈડ નામની સાઇબર અપરાધી ગેંગ પર લગાવામાં આવ્યો છે. તેઓએ કોલોનિયલ કંપનીનું નેટવર્ક હેક કર્યું હતું, અને લગભગ 100 GB ડેટા ચોરી લીધો હતો. હેકરોએ કેટલાક કમ્પ્યુટરને લોક કરી અને ખંડણીની માંગ કરી હતી. જો તેની માંગ પુરી ના થઈ તો ઇન્ટરનેટ પર ડેટા લીક કરવાની ધમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.