૧૦૪ શહેરોમાં ૧૧.૫૦ લાખ વિદ્યાર્થીઓ આપે નીટ પરીક્ષા: પરિણામો ૮ જૂનના રોજ જાહેર થવાની શકયતા
નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રાંસ ટેસ્ટ (નીટ)-૨૦૧૭ પરિક્ષા ૧૦૪ શહેરોમાં લગભગ ૧૧.૫૦ લાખ વિદ્યાર્થીઓએ આપી છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ પેપરને મિડીયમ ગણાવ્યું. પરીક્ષા બાદ હવે, વિદ્યાર્થીઓમાં રિઝલ્ટને લઈને આતુરતા છે ત્યારે પરિણામો આગામી મહિનામાં ૮ જુનના રોજ જાહેર થાય તેવી શકયતા છે. આ સાથે જ વિદ્યાર્થીઓનું ટેન્શન અને આતુરતા હળવી શકે તેમ નિષ્ણાંતોએ કટઓફ રેટ જનરલ કેટેગરીમાં ૩૮૦ થી ૪૧૦ની વચ્ચે રહેશે તેમ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશની મેડીકલ ડેન્ટલ અને આયુષ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આયુષ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા યોજાય છે. જે આ વર્ષે ૭ મેના રોજ યોજાઈ હતી. પરિક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓના આધારકાર્ડ ચેક કરાયા હતા. તેમજ આધારકાર્ડ વિના પરિક્ષા હોલમાં બેસવાની મંજુરી અપાઈ ન હતી. વી.પી.એજયુકેશનલ ક્ધટેન્ડ, ટોપર.કોમના રાજશેખર રાટરએ જણાવ્યું કે, આ વર્ષે નીટના પેપર સરેરાશી રહ્યા હતા એટલે કે ખૂબ અઘરા અને લાબા ન હતા. ગયા વર્ષની સરખામણીએ ઘણાઅંશે સરળ રહ્યા હતા. આ સાથે જ રાજશેખર રાટરે એ કહ્યું હતું કે, અમારા નિષ્ણાંતોના મતાનુસાર આ વર્ષે કટઓફ દર ૩૮૦ થી ૪૧૦ વચ્ચેની રહેશે. આ વર્ષે નીટ પરીક્ષા ૧૦ ભાષાઓમાં યોજાઈ હતી. જયારે ગયા વર્ષે ૮ ભાષામાં લેવામાં આવી હતી.