રાજકોટ ઉત્સવપ્રિય સાથે મનોરંજન કાર્યક્રમ યોજવા-જોવા માટે જાણીતું છે. લગભગ દરેક મોટા કલાકારો-સંગીતકારો, રાજકોટ આંગણે પરફોર્મ કરી ગયા છે. ગત માર્ચ 2020થી શહેરમાં નાટકો અને મ્યુઝિકલ ઈવેન્ટ કાર્યક્રમો બંધ થઈ ગયા હતા.
કોરોના મહામારી હળવી થતાં સરકારે અનલોકનાં નિયમો હળવા કરતા રવિવારથી 50 ટકાની ક્ષમત સાથે ઓડિટોરીયમ ખોલવાની મંજૂરી મળતા નાટ્ય પ્રેમી-સંગીતપ્રેમી જનતા ખુશ થઈ કે તેમને હવે કાર્યક્રમોજોવા મળશે.
જોકે નિયમોની હળવાશમાં રાત્રે કર્ફયુ અમલમાં હોવાથી રાત્રી શો નયોજી શકાય તેથી હજી શો ચાલુ થવાને વાર લાગશે. સાતમ-આઠમના તહેવારો બાદ નાટ્ય-મ્યુઝિક કાર્યક્રમો ફરી શરૂ થવાની આશા છે.હેમુગઢવી હોલનાં સંચાલક-સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે હજી હેમુગઢવી હોલનું રિનોવેશન ચાલુ છે જે બે માસમાં પૂર્ણ થતાં સાતમ-આઠમ બાદ કાર્યક્રમો યોજી શકાય એમ છે.
છેલ્લા ત્રણ દાયકાથી નાટકો અને મ્યુઝિકલ કાર્યક્રમો યોજતા ઉત્સવ ગ્રુપનાં દિનેશ વિરાણીએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે હજી લોકોમાં ડર છે. લોકો નાટકો જોવા આવશે નહી. સાતમ આઠમ બાદ શો યોજવા શકય બનશે. અત્યારે 50 ટકાની ક્ષમતામાં કાર્યક્રમો યોજવા પોષાઈ પણ નહી તેમ જણાવેલ હતુ.
રાજકોટ શહેરમાં નાટકો-મ્યુઝિકલ મનોરંજન કાર્યક્રમ માટે વિવિધ ગ્રુપો ચાલે છે.જેઓ છેલ્લા સવા વર્ષથી એક પણ કાર્યક્રમ જોયો નથી તે પણ મનોરંજન કાર્યક્રમ માણવા ઉત્સુક છે.પણ કોરોના મહામારીના કારણે તે શકય ન હોવાથી તે પણ ‘ઓલવેલ’ની રાહ જોઈ રહ્યો છે. મુંબઈથી રાજકોટમાં લાવત ઓર્ગેનાઈઝરો પણ લોકલ સંસ્થા સાથે સતત કોન્ટેકમાં રહે છે કે જલ્દી બધુ ખુલી જાય જેથી ફરી નાટકો-જુના-નવા ગીતોના સંગીત કાર્યક્રમોની ટુર રાજકોટ લાવી શકાય. રાજકોટમાં મોટાભાગે કાર્યક્રમો રાત્રીના શોમાં યોજાય છે.