‘વાત્સલ્ય’ સૌરાષ્ટ્ર કચ્છનું એક માત્ર આધુનિક ટેકનોલોજી દ્વારા સારવાર આપતું ક્લિનિક
મનુષ્યના શરીરમાં પાંચ ઈન્દ્રિયોનું ખૂબ મહત્ત્વ છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ પાંચ ઈન્દ્રિયોમાં મનુષ્યને સાંભળવા માટેની ઈન્દ્રિ એટલે કાન. એમ કહેવાય છે કે દીવાલોને પણ કાન હોય છે ત્યારે કાનનું મહત્વ મનુષ્યદેહમાં ખૂબજ મહત્વનું રહેલું છે. વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને લીધે લોકોને ઓછું સાંભળવાની તકલીફમાં દીવસે ને દીવસે વધારો થઈ રહ્યો છે. ઈયરફોનમાં બિનજરૂરી સતત ગીતો સાંભળવાથી લોકોમાં કાનની બીમારી થવાનું પ્રમાણ વધ્યું છે. જેમાં લોકોની બેદરકારીને લીધે કાનના રોગોનું વહેલાસર નિદાન થતું નથી પરિણામે દર્દીને બહેરાશનો ભોગ બનવું પડે છે. પરંતુ જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યુ છે. તેને જોતા બહેરાશ દુર કરવા માટેના સાધનો અને ઉપકરણો પણ વિકસાવવામાં આવ્યાં છે.
ગુજરાતનું અગ્રગણ્ય અને એડવાન્સ ઓડીયોલોજી ક્લિનિક એટલે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરીંગ ક્લિનિક જ્યાં કાનની બહેરાશની સમસ્યા હોય કે, બોલવાની એટલે કે સ્પીચ સંબધિત સમસ્યાનું સચોટ નિદાન અને ઉત્તમ સારવાર છેલ્લા 18 વર્ષથી વાત્સલ્ય ક્લિનિકમાં થઈ રહી છે. વાત્સલ્ય ક્લિનિક જે 2004 થી રાજકોટમાં ઉપલબ્ધ છે. વાત્સલ્ય ક્લિનિકમાં અનેક દર્દીઓને વાત્સલ્યના લેટેસ્ટ ટેકનોલોજીના હિયરીંગ મશીન દ્વારા સાંભળતા કર્યા છે તથા 1000 કરતાં વધારે બોલવામાં ખામી ધરાવતા લોકોને સ્પીચ થેરાપી સારવાર દ્વારા વ્યવસ્થિત બોલતાં કર્યા છે. કાન માત્ર સંભાળવાનું કામ નથી કરતા તે આપણા શરીરને સમતોલ પણ રાખે છે. શ્રવણશક્તિએ આપણા આરોગ્યનો મહત્વપૂર્ણ અંશ છે જે રીતે લોહીની તપાસ લેબોરેટરમાં કવોલીફાઈડ વ્યક્તિ પાસે જ કરાવવામાં આવે છે.
તેજ રીતે બહેરાશની તપાસ પણ કવોલીફાઈડ ઓડિયોલોજિસ્ટ દ્વારા જ કરાવવી જોઈએ ઓડિયોલોજિસ્ટની સલાહ વિના તેમજ અનઅધિકૃત અપ્રમાણિત મશીન પહેરવાથી બહેરાશ વધી શકે છે. કોઈ પણ વ્યક્તિને બોલતી વખતે પડતિ તક્લીફ કે ખામીને સ્પીચ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે. આ ખામી વિવિધ પ્રકારની હોય છે. જેમ કે બોલતી વખતે હકલાવવું, તોટડાવવું, શબ્દોનું ઉચ્ચારણ સરખું ન થવું જન્મજાત બહેરાશ કે બાળકનું મુંગાપણું વગેરે આવા દર્દીઓને સારવાર માટે વિવિધ પ્રકારની સ્પીચની ખામી અનુસાર તપાસ કરીને વિવિધ પ્રકારની જરૂરી સ્પીચ થેરાપી નિષ્ણાંત સ્પીચ થેરાપિસ્ટ દ્વારા આપવામાં આવે છે. તથા આવાજ ઘોઘરો, જાડો કે પાતળો થઈ જવો જેને અવાજની તક્લીફ (વોઈસ ડિસઓર્ડર) કહેવાય છે. જેની સારવાર પણ વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિકમાં કરવામાં આવે છે.
વાત્સલ્ય ક્લિનિકમાં બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત ઓડિયોલોજિસ્ટ તથા હીયરીંગ એઈડ ટેકનીશ્યન દ્વારા જ ચેકઅપ અને મૈત્રીપૂર્ણ કાઉન્સેલીંગ તેમજ ક્ધસલ્ટિંગ અને હિયરિંગ મશીનનું ફીટિંગ થાય છે. અમેરિકા જેવા દેશોમાં જે સાધનો દ્વારા કાનની તપાસ થાય છે તેજ અદ્યતન સાધનો ગુજરાતમાં વાત્સલ્યમાં ઉપલબ્ધ છે. જેમાં ચોકસાઈપૂર્ણ પરીણામ મેળવી શકાય છે. વાત્સલ્યમાં દરેક પ્રકારના ડિજિટલ, વાયરલેસ, વોટરપ્રૂફ, ડાયરેક્ટ ફોન કે ટીવી સાથે કનેક્ટ થઈ શકે તેવા અદ્યતન ટેકનોલોજીના વિશ્વની અગ્રગણ્ય કંપનીઓનાં પ્રમાણીત થયેલા તથા દર્દીઓની ચોક્કસ બહેરાશ મુજબના જ શ્રવણયંત્રના ફીટિંગ અને એ પણ કિફાયતી કિંમતે થાય છે. શ્રવણયંત્રનો ઉપયોગ કરતા દર્દીઓને તુરંત સર્વિસ મેળવી ખૂબજ જરૂરી છે. જે માટે વાત્સલ્ય ક્લિનિક શ્રવણયંત્રને રીપેરીંગ તેમજ સર્વિસ માટે કંપનીમાં મોકલી આપવામાં આવે છે. તથા વહેલામાં વહેલી તકે દર્દીને મશિનનું રીપેરીંગ તેમજ સર્વિસ કરાવી અપાય છે. જેથી દર્દીને વાત્સલ્ય ક્લિનિક પરથી જ બધી સર્વિસ મળી રહે છે. વાત્સલ્યમાં ઈન્ટરનેશનલ વોરંટી ધરાવતા શ્રવણયંત્ર જ ઉપલબ્ધ છે. ગૂજરાતમાં જૂનાગઢ, જામનગર, ઉપલેટા, જામ-ખંભાળિયા આ બધા શહેરોમાં વાત્સલ્ય ક્લિનિકની શાખાઓ ઉપલબ્ધ છે. આ દરેક જગ્યાએ નિષ્ણાંત, કવોલીફાઈડ, ઓડિયોલોજિસ્ટ તથા સ્પીચ થેરાપિસ્ટ ટીમ કાર્યરત છે.
વાત્સલ્ય સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છનું બહેરાશ નિવારણ માટેનું એકમાત્ર અત્યાધુનિક ક્લિનિક તરીકે ઓળખાય છે. લોકોના સ્વાસ્થ્ય અંગે સેવા કરતી સામાજિક સંસ્થાઓના સહયોગથી વાત્સલ્ય દ્વારા જરૂરિયાતવાળા ગરીબ બહેરાશના દર્દીઓ માટે કાનની બહેરાશની ફ્રી તપાસ તથા ફ્રી કાનના મશીનના વિતરણના કેમ્પનું પણ આયોજન કરે છે. લોકોના સ્વાસ્થ્ય અંગે સેવા કરતી સામાજિક સંસ્થાઓનાં સહયોગથી 600થી વધારે ગરીબ દર્દીઓને ફ્રી કાનના મશીન દ્વારા તેમને સંભાળતા કરીને તેમનાં જીવનમાં નવા પ્રાણ પૂર્યા છે.
વાત્સલ્યમાં ઉપલબ્ધ સ્પીચ થેરાપીની સારવાર
શબ્દના ઉચ્ચારણમાં તકલીફ, બોલવામાં અચકાવવું, હકલાવું, ખૂબ જ ઝડપથી બોલવાની તકલીફ, ભાષા અને વાણીનો ધીમો વિકાસ, શીખવાની તકલીફ, કપાયેલા હોઠ અને તાડવામાં કાણું, લકવા કે હેમરેજ ને લીધે બોલવાની તકલીફ, ગળવાની તકલીફ, પુરુષોના અવાજ તીણા કે સ્ત્રીઓના અવાજ જાડા તથા ઘોઘરા થઈ જવાની તકલીફ
હિયરીંગ સ્ક્રીનીંગ ટેસ્ટએ નવજાતશિશુનો જન્મસિદ્ધ અધિકાર છે: ડો. મિલન અંટાળા
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક સ્થાપક ડો. મિલન અંટાળાએ જણાવ્યું કે, હીય રીંગ સ્ક્રીનીંગ ટેસ્ટએ બાળકમાં જન્મથી જ બહેરાશ અટકાવવા થાય છે. જે બાળક નાનપણથી જ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેઓ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી આશીર્વાદ સમાન છે. ભારત સરકારનો કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોજેક્ટ છે જેનો હેતુ કોઈ બાળક બહેરુ કે મંગુ ના રહે તે માટે 0 થી 5 વર્ષના બાળકો માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ ફ્રી કરી આપવામાં આવે છે. જે પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી વાત્સલ્ય ક્લિનિકમાં કોકલિયર ઈમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સારવાર તદ્દન ફ્રી કરી આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓ તેમજ તેમના કુટુંબીજનો તથા પેન્શનરો તેમજ તેમના આશ્રિતો માટે ગુજરાત સરકાર બંને કાનના મશીન માટે 50000 સુધીની સહાય આપવામાં આવે છે.2000 કરતા વધારે કર્મચારીઓ, પેન્શનરોએ વાત્સલ્ય ક્લિનિક ખાતેથી ફ્રી હીયરીંગ મશીનનો લાભ લીધો છે. તેમજ 15000 થી વધુ લોકો અમારી ક્લિનિકમાં સારવાર કરાવી સંતુષ્ટ છે. ગ્રાહકોનો સંતોષએ અમારી સૌથી મોટી સફળતા છે.
સ્પીચ થેરાપી મૂકબધિરો માટે આશીર્વાદરૂપ : ડો. કલ્પના અંટાળા
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક ચીફ ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ પેથોલોજીસ્ટ ડો. કલ્પના અંટાળાએ જણાવ્યું કે સ્પીચ થેરાપી એટલે વ્યવસ્થિત બોલવાની તાલીમ, બાળક સામાન્ય રીતે છ મહિનાથી શરૂ કરીને બે વર્ષમાં બોલતું થઈ જાય છે. જો બાળક એક-બે વર્ષમાં
બોલતું ન થાય તો વાલીએ બાળકને વહેલીતકે હોસ્પિટલ લઈ જવું જોઈએ. ક્યારેક બાળક એક ને એક અક્ષર વારંવાર બોલે છે. તો ક્યારેક અટકી અટકીને બોલે છે. અક્ષરો, શબ્દો કે વાક્યો સામાન્ય માણસની જેમ ન બોલી શકતી વ્યક્તિઓને આપવામાં આવતી તાલીમ સ્પીચ થેરાપી તરીકે ઓળખાય છે. ઘણા પુરુષોના અવાજ તીણા અને સ્ત્રીના અવાજ જાડા કે ઘોઘરા થઈ જવાની બીમારીને પ્યુબરફોનીયા કહેવામાં આવે છે. આવી વ્યક્તિને સ્પીચ થેરાપીથી સારવાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બાળકોમાં કાનની બહેરાશ અને બોલવાની સમસ્યા અંગે લોકોમાં જાગૃતિ નથી. જન્મ પછી જો માતાપિતા દ્વારા બાળકોનો સમયસર હીયરીંગ રિપોર્ટ કરાવી લેવામાં આવે તો તેને થોડી ઘણી પણ બહેરાશની સમસ્યા હોય તો તે દુર થઈ જાય અને બાળક સમાન્ય બાળકની જેમ જ સંભાળતું અને બોલતું થઈ શકે છે.
હીયરીંગ સ્ક્રિનિંગ ટેસ્ટ એ એ નવજાત શિશુમાં બહેરાસ અટકાવવા થાય છે. આ ટેસ્ટ કરાવવાથી નવજાતશિશુને સાંભળવાની તકલીફ હોય તો સમયસર ત્યારે જ ખબર પડી જાય અને તેની યોગ્ય સારવાર પણ થઈ શકે છે. આ ટેસ્ટ ઘણાં વિકસિત દેશોમાં ફરજિયાત છે ત્યારે ભારત સરકારે પણ તમામ નવજાત શિશુ માટે હીયરીંગ સ્ક્રિનિંગ ટેસ્ટ ફરજિયાત નક્કી કર્યો છે. હીયરિંગ સ્ક્રિનિંગ ટેસ્ટ (audiometry otoacoustic emission) ની સુવિધા વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ખાતે ઉપલબ્ધ છે