મેડિકલ કોલેજોમાં ફેકલ્ટીની ખાલી જગ્યાને કારણે અનુસ્નાતક અભ્યાસક્રમો માટેની બેઠકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે
રાજ્યની કેટલીક અગ્રણી મેડિકલ કોલેજોમાં ફેકલ્ટીઓની અછતના કારણે ચાલુ વર્ષે અનુસ્નાતક અભ્યાસક્રમો માટેની બેઠકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી શકે તેમ છે. ઘણા ડોકટરો કે જેમની ખાલી જગ્યાઓ વિવિધ હોસ્પિટલોમાં ભરવા માટે અમદાવાદ, બરોડા, રાજકોટની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં બદલી કરવામાં આવી હતી. મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા બી.જે.મેડિકલ કોલેજની છ વિવિધ સંસ્થાઓમાં ડોકટર અને પ્રોફેસર તેમજ એસોસીએટ પ્રોફેશરોની અલગ અલગ જગ્યાએ ભરતી કરવામાં આવી હતી. એમસીઆઈ દ્વારા રાજ્યની છ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમો માટેનું નિરીક્ષણ હાથ ધરવામાં આવનારૂ હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી દરમિયાન મોટી સંખ્યામાં ડોકટરો તેમજ પ્રોફેસર અને સહયોગી પ્રોફેસરોની વિવિધ મોટા શહેરોનું સિવિલ હોસ્પિટલમાં બદલી કરવામાં આવી હતી. જેને લઈ મોટાભાગની મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોની જગ્યા ખાલી પડેલ છે. જેને કારણે બી.જે.મેડિકલ કોલેજ તેમજ અન્ય પી.જી. એનેસ્થેસીયાની બેઠકોમાં ચાલુ વર્ષે ઘટાડો થવાની સંભાવના છે. અન્ય હોસ્પિટલોમાં ડોકટર, પ્રોફેસરોની બદલી કરાતા રાજ્યના જુદા જુદા શહેરો જેમ કે, રાજકોટ, બરોડા, અમદાવાદની મેડિકલ કોલેજમાં પ્રોફેસરોની જગ્યા ખાલી હોવાથી ચાલુ વર્ષે મેડિકલ કોલેજોની સીટો ઘટે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
રાજ્યમાં કુલ 1874 પી.જી.મેડિકલ સીટ અવેલેબલ છે અને ડોકટરોનું આ વર્ષે ટ્રાન્સફર કરાયું તે રૂટીન પ્રક્રિયા છે. પરંતુ આ પ્રક્રિયા મોડે-મોડે શરૂ થઈ છે. જેથી પ્રોફેસર, 1 આસી. પ્રોફેસર અને 1 એસોસીએટ પ્રોફેસરની જગ્યાઓ પ્રતિ કોલેજ ખાલી પડેલ છે. હવે જ્યારે ત્રણ સીટ પર એક પ્રોફેસર, 2 આસી. પ્રોફેસર અને 1 એસોસીએટ પ્રોફેસરની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.