કાલે સ્ટેટ એકસ્પર્ટ એપ્રેઝાઈલ કમિટી સમક્ષ એન્વાયર્મેન્ટલ કિલયરન્સ માટે ફાઈનલ પ્રેઝન્ટેશન

મેયર ડો.પ્રદિપભાઈ ડવના મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટને ટૂંક સમયમાં એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ સર્ટીફીકેટ મળી જાય તેવી સંભાવના જણાય રહી છે. આવતીકાલે એન્વાયર્મેન્ટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ મેળવવા માટે કોર્પોરેશન તથા ક્ધસલ્ટન્ટ એજન્સી દ્વારા એકસ્પર્ટ એપ્રેઝાઈલ કમીટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેટર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આજી રીવર ફ્રન્ટ તરીકે વિકસિત કરવા સરકારશ્રી દ્વારા આજી નદીનો 11 કિ.મી. જગ્યા રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ. આજી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ થતા શહેરના નગરજનોને પ્રવાસન, પર્યટન, આનંદ, પ્રમોદ અને ફરવા લાયક સ્થળ મળશે. આ ડેવલપમેન્ટ માટે પ્રથામિક તબક્કા નીચે આજી નદીની બંને તરફ આર.સી.સી. રિટેઇનિંગ વોલ તથા આજી નદીમાં ગંદુ પાણી જતું બંધ થાય બંને તરફ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર કામ હાથ ધરાવમાં આવેલ છે.

શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની નિમુણક કરવામાં આવેલ છે. જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહેલ છે.  જેમાં પ્રથમ ફેઈઝમાં ફીઝીબીલીટી સ્ટડી બીજા ફેઈઝમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ત્રીજા ફેઈઝમાં ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડીટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી કરાશે.

ફીઝીબીલીટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. એન્વાયરમેન્ટલ કલીયરન્સની કામગીરી હાલ ચાલુ છે. જે અન્વયે ક્ધસલ્ટન્ટ એજન્સી તથા મહાપાલિકા દ્વારા જોઈન્ટ વિડયો કોન્ફરન્સ કરી ટર્મ્સ ઓફ રેફરન્સના મુદ્દાઓની પૂર્તતા કરી છે. કાલે સ્ટેટ એક્ષ્પર્ટ એપ્રેઝાઈલ કમિટી સમક્ષ એન્વાયરમેન્ટલ કલીયરન્સ પ્રેઝન્ટેશન ક્ધસલટન્ટ એજન્સી તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. એન્વાયરમેન્ટલ કલીયરન્સની પ્રક્રિયા અંદાજે જાન્યુઆરી-2022માં પૂર્ણ થશે. ત્યાર બાદ ક્રમ નં.-3ની કામગીરી કરવામાં આવશે.

હાલમાં રેલ્વે બ્રીજ નીચે ડ્રેનેજની ઇન્ટરસેપ્ટર સીવર ક્રોસિંગની કામગીરી પૂર્ણ થવામાં છે. આજી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે મેયર ડો.પ્રદિપ ડવએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજુઆત કરી છે. મુખ્યમંત્રીએ પણ શહેરને આજી રીવર ફ્રન્ટ પ્રોજકેટ મળે તે માટે હકારાત્મક અભિગમ આપેલ. વિશેષમાં, રાજ્યના વાહન વ્યવહાર પ્રવાસન મંત્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સાથે સતત પરામર્શ કરવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.