જો હું નિષ્ફળ નાણામંત્રી હતો તો વાજપેયીએ મને વિદેશ મંત્રી કેમ બનાવ્યો હતો ?
યુ.પી.ને. છોડી મોદી સરકારે ૪૦ મહિનામાં શું કર્યુ તેવો સવાલ યશવંત સિંહાએ ઉઠાવ્યો હતો. અર્થતંત્રની બેહાલી માટે સરકાર અગાઉની યુ.પી.એ. સરકારને દોષ આપી શકે નહીં તેમ તેમણે આગળ જણાવ્યું હતું.મોદી સરદારને આર્થિક સુધારા માટે પૂરતો સમય અને તક મળ્યા છે તેમ યશવંતે પ્રહાર કર્યા હતો.ગઇકાલે યશવંત સિંહાના ઉપર મુજબના નિવેદન સામે કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીએ પણ જવાબ આપ્યો છે. ફરી પાછા આજે યશવંત જેટલીને સીધા સવાલો કર્યા છે. કે ખેડુતોની સ્થિતિ, નોટબંધી, જીએસટી, કાળા નાણા પર અચાનક કાર્યવાહી મામલે સરકાર વર્તમાન સમયમાં શું કરી રહી છે ?તેમણે કહ્યું હતું કે જેટલી મને નિષ્ફળ નાણામંત્રી કહે છે પણ જો હું નિષ્ફળ નાણામંત્રી હોત તો વાજપેયીએ મને વિદેશમંત્રી કેમ બનાવ્યો હતો ? તેમણે કહ્યું કે નોટબંધી, જીએસટી અને કાળા નાણા પર કાર્યવાહી તબકકાવાર કરવાને બદલે અણધારી અને એક સાથે કરવામાં આવી છે.તેમણે એમ પણ કહ્યું હતું કે મારે નોકરીની જરૂર નથી આઇ.એ.એસ.નીજોબ છોડીને દેશની સેવા કરી છે. એકંદરે, બે દિગ્ગજ નેતાઓ અત્યારે નિવેદન કરવા મામલે સામ સામે આવી ગયા છે. આક્ષેપો યશવંત સિંહા કરી રહ્યા છે. જયારે બચાવ પક્ષે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી છે. નાના અને મઘ્યમ વર્ગના વેપારીઓમાં જીએસટીને લઇને સમસ્યા પ્રવર્તી રહી છે.