ભાષા ભવનના છાત્રો, અધ્યાપકો અને કુલપતિની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિશ્ર્વ માતૃભાષા દિનની ઉજવણી
૨૧મી ફેબ્રુઆરીના વિશ્ર્વના દેશોએ માતૃભાષા દિન તરીકે ઉજવવા નિર્ણય કર્યો છે. ભારતમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલવામાં આવે છે. ત્યારે વિવિધતામાં એકતા સો આજે ભાષા ભવનના છાત્રો, અધ્યાપકો અને કુલપતિની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિ.માં વિશ્ર્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે શું કરવું જોઈએ તે અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતી ભાષાનું ગૌરવવાન જાળવવું પડે તે માટે પણ સંવાદ કરવામાં આવ્યો હતો અને આ સેમીનારમાં ગુજરાતી ભાષાના પ્રખર ચિંતક એવા પદ્મશ્રી એવોર્ડી નવાજેલા વિષ્ણુ પંડયાએ વિર્દ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યેનું ગૌરવ કઈ રીતે કેળવવું તે અંગે માહિતી આપી હતી તેમજ વિર્દ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યે સિધ્ધિ કેવી રીતે મેળવવી તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતી ભાષાના પ્રખર સર્જક, ચિંતક એવા પદ્મશ્રી એવોર્ડી નવાજેલા વિષ્ણુભાઈ પંડયાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, યુનોમાં ૨૧મી ફેબ્રુઆરી ૧૯૯૯ના દિવસી નિર્દેશ કરવામાં આવ્યો છે કે દુનિયાની જેટલી માતૃભાષા છે તેનો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવણી કરવી તેનું મુખ્ય કારણ ૧૯૫૨માં પૂર્વ પાકિસ્તાનમાં ઉર્દુ મુખ્ય ભાષા હતી. ઢાંકા યુનિવર્સિટીમં વિર્દ્યાીઓએ બાંગ્લા ભાષા પણ માંગી ત્યારે તેઓએ ભાષા દીનની ઉજવણી કરી અને પોલીસ દ્વારા વિર્દ્યાીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો જેમાં કેટલાક વિદ્યાર્થીઓમ ર્યા ગયા અને ત્યારી આજે ૨૧મી ફેબ્રુઆરીને શહિદ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વાત જયારે યુનોમાં પહોંચી ત્યારે યુનો દ્વારા ૨૧મી ફેબ્રુઆરીને માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે.
આપણે પણ ગુજરાતી ભાષાનો વિચાર કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ કઈ રીતે વધારવું તે જાણવા જોઈએ. ગુજરાતી ભાષા સમૃધ્ધ ભાષા છે અને દુનિયાની કોઈપણ ભાષા સમકક્ષ પહોંચી શકે તેવી ભાષા છે. આપણા મોટા ગજાના સાહિત્યકારો પ્રાચીન યુગી આવ્યા છે. જેમાં નરસિંહ મહેતાી લઈ અસંખ્ય લોકોએ સાહિત્ય સ્વપમાં ગુજરાતી ભાષાને પ્રદાન આપ્યું છે. મધ્યકાળમાં એક ફ્રેન્ચ યાત્રીકે કહ્યું હતું કે, ગુજરાતી ભાષા તો આંતરરાષ્ટ્રીય ભાષા છે. એટલે ગુજરાતી ભાષાનું મહત્વ ત્યારે પણ હતુ અને અત્યારે પણ એટલું જ છે. પરંતુ હવે તેને કઈ રીતે આગળ લઈ જવું તે માટે સમગ્ર દેશમાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવે છે અને ગુજરાતી ભાષાનું ભવિષ્ય અને વર્તમાન બન્ને ઉજળા છે. જેની પ્રજા આટલી મજબૂત હોય તેની ભાષા ક્યારેય પણ નષ્ટ ની તી ફકત તેનું સ્વપ બદલાયા કરે છે. આપણે સૌએ સો મળીને ગુજરાતી ભાષાને કઈ રીતે આગળ લઈ જવી તે વિચારવું જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય કેન્દ્રના હેડ પ્રો.નવીન વડગામાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, માતૃભાષા દિવસ એ પ્રત્યેક ગુજરાતીઓ માટે અને સમાજ માટે ગૌરવપૂર્ણ દિન છે. આજે ગુજરાતી ભાષાનો પ્રભાવ પ્રમાણમાં ઓછો તો જાય છે જેનું મુખ્ય કારણ અંગ્રેજી માધ્યમના પ્રભાવી ગુજરાતી ભાષાનો રસ અને રુચી ઓછી તી જાય છે. એવી સ્િિતમાં ગુજરાતી ભાષાનું જતન થાય અને ભાષાની જાળવણી થાય તે માટે સૌ.યુનિ. અને ગુજરાતી સાહિત્ય કેન્દ્ર પુરા પ્રયત્ન કરી રહી છે. સમગ્ર શહેરમાં મોટાભાગની શૈક્ષણિક સંસ વિશ્ર્વ માતૃભાષા દિનની ઉજવણી કરે છે પરંતુ ગુજરાતભરમાં એક માત્ર સૌ.યુનિ. જ એવી છે કે, જયાં ૨૧મી ફેબ્રુઆરીથી લઈ ૨૮ ફેબ્રુઆરી સુધી માતૃભાષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જેની આજી શઆત ઈ ગઈ છે અને ગુજરાતી ભાષાના સર્જક, ચિંતક, ઈતિહાસવિદ એવા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાએ ભાષા અને સાહિત્યના સંદર્ભમાં વિર્દ્યાર્થીઓને વ્યાખ્યાન આપ્યું અને પોતાના વિચારો પ્રસ્તુત કર્યા.