લોકડાઉનનો કડક અમલ કરાવવા અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં પણ કફર્યુ લંબાવવાનો રાજય સરકારનો નિર્ણય

કોવિડ-૧૯ નું સંક્રમણ અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સ સૌથી અસરકારક ઇલાજ માનવામાં આવી રહ્યો છે. ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલા વિશેષ પગલામાં અમદાવાદ રાજકોટ અને સુરતના કેટલાક વિસ્તારોમાં ર૪ એપ્રિલ સવારના ૬ વાગ્યા સુધી કફર્યુ લંબાવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સોમવારે લેવાયો હતો. આ કફર્યુ અમદાવાદના પાંચ વિસ્તાર, સુરતના કેટલાક વિસ્તારો અને રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારને લાગુ પાડવામાં આવ્યો છે.

ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ એ વાતને સમર્થન આપ્યું હતું કે કફર્યુનું અમલ આ ત્રણેય શહેરોમાં ર૪ એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણના ફેલાવવાને ઘ્યાને રાખી જરૂર પડે તો હજુ કફર્યુ લંબાવવામાં આવશે. આ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરીય  બેઠકમાં ત્રણેય શહેરોમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.સંક્રમણના ફેલાવાના પરિબળને ઘ્યાને લઇને આ બેઠકમાં કફર્યુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ અંગેના નિર્દેશો અને અમલના સંદેશા તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ત્રણેય શહેરોના પોલીસ કમિશ્નરને મોકલી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.