વર્તમાન યુગમાં જંકફુડની દોડમાં જવા કરતા ગુજરાતી શાકાહારી અને પોષણયુકત ખોરાકની મહત્વતા ઉપર ભાર મુકતા તજજ્ઞો

 

અબતક, રાજકોટ

‘અબતક’ના ચેનલના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં કોસ્મેટીક ફિજીશ્યન ડો. પ્રશાંત વિકમ અને સાથે ડો. નિશિતાબેન દ્વારા વાળ અને સ્કીન લોકોના જીવનમાં કેટલા ઉપયોગી છે. અને તે સંજોગો પ્રમાણે કેવા ફેરફાર કરી શકાય છે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી વધતા આજે વાળમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી વાળ અને સ્કીન ઉપર શું ઘ્યાન રાખવું એ વિષય ઉપર બન્ને નિષ્ણાતો સાથેનો વાર્તાલાપ તાજેતરમાં ‘અબતક’ ચેનલ પર ટેલીકાસ્ટ કરવામાં આવેલ હતો. જે અહીં સંક્ષિપ્ત રીતે રજુ કર્યો છે.

પ્રશ્ર્ન:- કુદરતે આપેલી ભેટ એ વાળની આપણા શરીરમાં શું ભૂમિકા ભજવે છે?

જવાબ:- વાળ એ આપણા માટે ખુબ અગત્યની વસ્તુ ગણી શકાય સ્ત્રીને વાળનો જવેલરીનો શોખ છે. પણ પુરૂષને એ વાળથી શોભે છે અને તેને ટકાવવા માટે ઘણી પ્રોસીજર કરે છે. આપણે સર્જીકલ નોન સર્જીકલથી પણ વાળને ટકાવી રાખવા પ્રયત્ન કરીએ છીએ.

પ્રશ્ર્ન:- વાળએ આપણને કુદરતે આપેલા છે તેનો સમય સાથે ખરીને ટાલ પડે છે. તો તેમાં કયા કારણો છે જેના કારણે વાળ વહેલા જતા રહે છે?

જવાબ:- આજકાલ તો યુવાવસ્થામાં જ વાળ જવા લાગ્યા છે. ત્યારે શરુઆતમાં વાળ જાય ત્યારે દવાઓથી અને વાળ ખરવાથી બચાવી શકાય છે. વાળ ખરવાએ આપણે કંટ્રોલ કરી શકાય પણ તેમાં ખોરાકનો પણ સમાવેશ અતિ મહત્વનો છે. નિયમિત ડાયટ, સમયસર દવાઓનો ઉપયોગથી આપણે વાળ ખરવાથી જરુર અટકાવાશે.

પ્રશ્ર્ન:- ડાયટની વાત કરીએ તો અમુક કયા પ્રકારના ખોરાકથી આપણે વાળને ટકાવી રાખીએ?

જવાબ:- આપણે વાળ માટે પ્રોટીનનું પ્રમાણ વધારે હોઇ શકે અને વાળ માટે પ્રોટીન, હાઇડ્રોકલોરાઇડ, વિટામીન્સ યુકત ખોરાક લેવાથી ઘણો ફાયદો થાય છે. અમુક પ્રકારના ખોરાકનો આપણે રોજીંદા જીવનમાં સમાવેશ કરવાથી પણ વાળને સાવ બંધ તો નથી થતા પણ ઓછા પ્રમાણમાં ખરે એમ કહી શકાય.

પ્રશ્ર્ન:- અત્યારના લોકોને તો જંકફુડ ખાવા હોય છે તો બજારના ખોરાક તે વાળને કઇ રીતે નુકશાન કરે છે?

જવાબ:- બજારનો ખોરાક, જંકફુડ એ વધારે ખાઇએ તો તકલીફ જરુર પડે ન્યુટ્રીયન્સ એ વાળ માટે અતિ જરુરી છે. અને જંકફુઢથી ફકત વાળને જ નહી પણ બધા અંગોને તે અસર કરે છે.

પ્રશ્ર્ન:- વાળને લાંબો સમય ટકાવી રાખવા કયા પ્રકારનો ખોરાક ખાવો જોઇએ?

જવાબ:- માઇકોન્યુટ્રીયન્સ, પ્રોટીન, હાઇડ્રોકલોરાઇડ, વિટામીન્સ, યુકત ખોરાક ખાવો જોઇએ. વાળ હેલ્ધી રાખવા માટે આપણે ફુડ કરતા તો પાર્લરમાં કેમીકલ વાળા શેમ્પુ, અને આયનની મદદથી સ્ટ્રેટનીંગ અને સ્ત્રીઓ માટે બી.-1ર ની કમી પણ એ બધી તકલીફ જવાબદાર બની રહે છે.

પ્રશ્ર્ન:- થોડી વાનગીઓમાં એવી કઇ વાનગીઓ ખાઇએ તો આપણે વાળને ખરતા બચાવી શકીએ?

જવાબ:- પ્રોટીન યુકત ખોરાક જેમ કે સ્પ્રાઉટ, આપણી ગુજરાતી દાળ, બેસન એ ચણાનો લોટ એક રીતે સારો જ છે પણ આપણે તેલ સાથે વાપરીએ જેમ કે ગાંઠીયા, ભજીયા, સમોસા વગેરે આઇટમોમાં એ ખરાબ છે. આપણાં વાળ માટે અખરોટ, બદામ, દુધની બનાવટો ચીઝ, પનીર વગેરે ડેરીને પ્રોડકટો માંથી સારુ એવું પ્રોટીન મળી શકે છે. માટે તે સારું છે.

પ્રશ્ર્ન:- શેમ્પુ, સાબુ, સીરમ, જેલ મહિલા અને પુરૂષો ડ્રાયરનો ઉપયોગ કરે છે. એ કેટલો વાળ માટે જવાબદાર છે?

જવાબ:-  આ બધા કેમિકલોથી આપણા વાળના સ્ટ્રકચરને અને તેના મુળને પણ વધારે નુકશાન કરે જ છે. તેના કારણે પણ વાળ ખરવાએ જવાબદાર છે.

પ્રશ્ર્ન:- વારસાગત કારણોથી વાળ ખરતા હોય તો તેની લાઇફ સ્ટાઇલ કેવી રાખવી જોઇએ?

જવાબ:- તમારે  નિયમિત રીતે કસરત કરવી જોઇએ. અને વાળ ખરવા માટે સ્ટ્રેસ, ડિપ્રેશન, પણ જવાબદાર છે. આપણે ટાઇમસર સુવાનું ખાવાનું, અને તેમજ આપણે આપણી રોજીંદી લાઇફ સ્ટાઇલ પર ઘ્યાન રાખીએ તો જરુર આપણને ફાયદો થાય છે.

પ્રશ્ર્ને:- પુરૂષો અને સ્ત્રીઓ પાર્લરમાં જાય છે તો તે લોકોમાં ડોકટરો અને બ્યુટીશીયનો બેયમાં શું તફાવત છે?

જવાબ:- સલુનમાં જે કોસ્મેટિક સ્ફિજીશ્યનો છે અને ડોકટરોમાં ડોકટરો જે સર્જીકલ કરશે તેમાં ઘણો તફાવત છે. પણ સ્કીન માટે ટ્રીટમેન્ટએ ગમે ત્યાં કરાવી શકે પણ વાળએ એક વાર ડેમેજ થયા પછી અધરું છે. અને વાળની સારવાર માટે ટાઇમસર જાવ તો દવાઓથી જ આવી જાય છે. શરુઆતમાં પીઆરપી ટ્રીટમેન્ટથી જ બધુ પતિ જાય છે. પછી સમય જતો રહે ગ્રેમ 4 અને પ આવી જાય ટાલ પડવા માંડે પછી અમારે હેર ટ્રાન્સપ્લાન્ટએ પણ સારું જ રિઝલ્ટ આવે છે. એ મહતવનું છે. પેશન્ટને કયાં સ્ટેજ પર શું આપવું અમે આપીએ છીએ.

પ્રશ્ર્ન:- ટાલમાં વાળ ઉગાડવાની સ્ટીરોઇડ છે કે નહીં તે તમે કેવી રીતે જોશો ?

જવાબ:- સ્ટીરોઇડમાં સાઇડ ઇફેકટ હોય છે. પણ અમે પેશન્ટમાં ઘણી હિસ્ટ્રીથી અને તેના પર એનાલીસીસ કરીને પછી જ ટ્રીટમેન્ટ કરીએ છીએ તેનો દરેક કેમિકલ બધી માહીતી લઇને જ આપીએ છીએ. અને તે સ્ટીરોઇડ નથી તે મલ્ટીવિટામીન્સ યુકત હોય છે.

પ્રશ્ર્ન:- શું વાળ માટે ટ્રાન્સપ્લાન્ટ એ છેલ્લો ઉપાય છે?

જવાબ:- હા એ પણ ખરું છે. અમે બે પ્રકારના વાળના ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. અમે પેશન્ટ જે તેમનો પહેલાનો ચહેરો હોય અને તેને જેવો ગમે તે પ્રમાણેના અમે જે ટ્રીટમેન્ટમાં હેરલાઇન બનાવીએ છીએ. અને તે ઝીગઝેગ પ્રકારની હોય છે. સીધી નથી હોતી. એટલે પેશન્ટને તેનો ચહેરો પહેલા જેવો જ મળે એ અને ઘ્યાન રાખીએ છીએ.

પ્રશ્ર્ન:- કંપનીની જાહેરાતો પ્રમાણે કયુ હેરઓઇલ વાપરવું હિતાવહ છે?

જવાબ:- હેર ઓઇલ વિશે વાત કરીએ તો તેલ કે દવાઓ વાળમાં લગાવીએ તો તે વાળના મુળમાં જવાની મુશ્કેલ છે. અને તેના મુળ માં નથી જતું તે અસર કરતાં જ નથી.

પ્રશ્ર્ન:- દાઢીના વાળ પણ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે?

જવાબ:- હા અમુક પેશન્ટોને અમુક જગ્યાએ વાળ નથી હોતા તો એવા પણ અમે ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટથી અમે અમુક જગ્યાના વાળ ઉગાડીને ચતેમાં પણ સફળ પરિણામ આવ્યું છે.

અમુક પેશન્ટ જાતે જ હેરલાઇન બનાવીને આવે છે. મારે દાઢીના વાળ આ પ્રમાણે કરવા છે તો અને એમને એવા બનાવી આપીએ છીએ.

પ્રશ્ર્ન:- સ્કીન વિશે વાળ કરીએ તો જેમને રૂપાળા દેખાવા માટે કયાં પ્રકારની વ્યવસ્થા છે?

જવાબ:- સ્કીનમાં જુની સ્કીન જેવી કે ખરબચડી એને અમે વ્હાઇટનીંગ, બોડી વ્હાઇટનીંગ, સ્કીન વ્હાઇટનીંગ લાઇટનીંગ, બ્રાઇટનીંગ પણ થઇ શકે છે.

એની એઇજીન કદીએ તો બધાએ સારું જ યુવાન અને તેજસ્વી જ દેખાવું હોય છે. અને તે અમે ત્રીસથી ચાલુ કરીએ તો અલગ અલગ એઇજમાં અને રીલેકસ ટ્રીટમેન્ટ પણ અમે કરીએ છીએ.

પ્રશ્ર્ન:- પાર્લરો સસ્તા છે અને ડોકટરોએ મોંધા છે શું એ સાચું છે?

જવાબ:- પાર્લરોમાં જયારે ટ્રીટમેન્ટ થાય છે ત્યારે તેનો ગ્લો થોડા દિવસો પછી ચહેરો પાછો હતો તેવો થઇ જાય છે પણ અમારે ત્યાં એવું નથી અમારી ટ્રીટમેન્ટથી લોંગ ટાઇમ સુધી સ્કીનને ગ્લો કરે અને ફુટસ, કિચનમાં જે વસ્તુ હોય તેમાંથી અમે પેશન્ટને ઘરમાં રહેલી વસ્તુમાંથી કેવી રીતે શું કરવું એ માર્ગદર્શન પણ આપીએ છીએ.

પ્રશ્ર્ન:- તમે મુંબઇના છો તો ગુજરાતના લોકોને ટ્રીટમેન્ટ માટે મુંબઇ સિવાય કયાં જાવું તે જણાવો.

જવાબ:- અમે બ્રાન્દ્રાથી ચાલુ કર્યુ તું તો હવે અમારી બ્રાન્ચ રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, વડોદરા જેવા 10 જેવી અમારી બ્રાન્ચીસ છે.

પ્રશ્ર્ન:- તમારી કલીનીકમાં કોઇને સંપર્ક કરવો હોય તો?

જવાબ:- અમારુ વેબસાઇટ એડ્રેસ ૂૂૂ.ઉળભભ.શક્ષ  વચ્યુઅલ નંબર અને બધી કલીનીકના નંબરએ વેબસાઇટથી ફીડબેક દ્વારા ઇન્કવાયરીથી મળે જાશે.

પ્રશ્ર્ન:- અમારા દર્શકોને કોઇ સંદેશો આપશો?

જવાબ:- વાળ અને સ્કીન માટે અમારુ મંતવ્ય યુથ માટે 18 થી રપ વર્ષના માટે વાળના થીકનેસમાં તરત જ ઓછી થાય કે તરત જ ડો. નો સંપર્ક સાધીએ તો તેમાં સરખુ થઇ જાય છે. અને વાળ ખરવાથી બચી શકાય છે. અને સ્કીનમાં જોઇએ તો સનબ્લોક એ બધા સસ્તા ટુલ્સ છે. તેમ આ વસ્તુમાં ઘ્યાન રાખવું જરુરી છે. અમે અમુક લિમિટ સુધી રિવર્સ કરી શકીએ છીએ તેને ઉપયોગ ઘરની અંદરથી જ મળી જાય છે. તેવો કિચનમાં જ કાકડી, બીટ, ટમેટા, ઓળેવેરા વગેરેથી પણ આપણે ઘણી બધી ટીપ્સ દ્વારા આપણે ફોલો કરવી જોઇએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.