અબતક મિડિયાના સથવારે
સીઝન્સ સ્કવેર ટ્રસ્ટ અને વોરા વેલફેર ફાઉન્ડેશન આયોજીત કાર્યક્રમ સંપન્ન: કલબના હોદેદારોની વરણીઅને જૂનાગઢમાં સિઝન્સ સ્કવેર કલબની સ્થાપ્ના
વિસરાતા જતા ગુજરાતી ગીતો અને ગઝલોનો અમૂલ્ય વારસો આપણી પાસે છે. પરંતુ એને મંચસ્થ થવા બહુ ઓછી તક સાંપડે છે સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ અને વોરા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નઅબતકથ મીડીયાના સથવારે ગુજરાતી ગીતો ગઝલ અને સુગમ સંગીતની ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી. એમાં માંડી તારૂ કંકુ, ગોરી રાધાને કાળો કાન, મારા સપનામાં આવ્યા હરી,ધાની લત, નંદલાલાને માતા જસોદા તથા કસૂંબીનો રંગ જેવા ગીતોની સુંદર પ્રસ્તુતીથી ફિનાલે ગુજરાતી ગીતોનાં કોન્સર્ટ સમોબની ગયો હતો.
ગ્રાન્ડ ફિનાલેમાં સિઝન્સ સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત કલબના હોદેદારોની શપથવિધિ પણ યોજાઈ હતી. આ સાથે જૂનાગઢમાં પણ સિઝન્સ સ્કવેર કલબ સ્થાપનાની જાહેરાત ટ્રસ્ટીઓ અલકાબેન વોરા, અજયભાઈ જોશી તથા કૌશિકભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતી ભાષાના ગીતો, ગઝલ કે સુગમ સંગીત ક્ષેત્રે બહુ જ ઓછા પ્રયોગો થાય છે. રાજકોટમાં આ પ્રકારે એક નવીનતમ પ્રયોગ કરવામાં આવ્યો હતો.૧૦૦ કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લઈને ગુજરાતનાં પ્રાદેશિક સંગીત વારસાને ઉજાગર કર્યો હતો. ઓડિશન અને સેમી ફાઈનલની કસોટી બાદ ગ્રાન્ડ ફિનાલેમાં બાળકોની કેટેગરીમાં પ્રિયંકા વાજા જૂનાગઢ અને શૈલી તન્ના રાજકોટ વિજેતા જાહેર થયા હતા. મહિલાઓમાં કોમલ પુરોહિત જૂનાગઢ અને વીણા ભરવાડા જૂનાગઢ, પૂરૂષોમાં ચિંતન દોશી જૂનાગઢ અને પિયુષ જોગડિયા અમરેલી વિજેતા થયા હતા. એક ખાસ ઈનામ દિવ્યાંગ જગદીશભાઈ મકવાણાને એનાયત કરાયું હતુ.
ગ્રાન્ડ ફીનાલેમાં રાજકોટના સંગીતકાર શૈલેષભાઈ પંડયાએ લાઈવ મ્યુઝીક પિરસ્યુ હતુ. નિર્ણાયક તરીકે ભુપેન્દ્રભાઈ વસાવડા, મનોજભાઈ જોશી, અનુપાબેન દેસાઈ અને પિયુષભાઈ દવેએ સેવા આપી હતી. સાઉન્ડ ઓપરેટીંગમાં પંકજભાઈ વાગડીયા રહ્યા હતા. એન્કર તરીકે હર્ષલ માંકડે સેવા આપી હતી.
સિઝન્સ સ્કવેર કલબના ૨૦૧૯ના વર્ષ માટેના હોદેદોરોની વરણીનો કાર્યક્રમ ઓથોપેડીક સર્જન ડો. ‚પેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. નવા વર્ષ માટે પ્રમુખ પદે ભરતભાઈ દુદકીયા, ઉપપ્રમુખ પદે મનોજભાઈ જોશી અને દિનેશભાઈ કોઠારી નિયુકત થયા છે.જૂનાગઢ સીઝન્સ સ્કવેર કલબના પ્રમુખ પદે સંગીતજ્ઞ પિયુષભાઈ દવે, ઉપપ્રમુખ ભવજીભાઈ બક્ષી અને સેક્રેટરી તરીકે ચિંતનભાઈ દોશીની નિમણુંક કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ફિઝીશીયન ડો. નિશિતભાઈ વ્યાસ, ગેસ્ટ્રો સર્જન ડો. અમિતભાઈ આચાર્ય, જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થભાઈ ખત્રી, સામાજીક અગ્રણી ઈન્દુભાઈ વોરા, મુકેશભાઈ દોશી, હરેશભાઈ વોરા તથા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા.
લુપ્ત થતી ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પ્રયાસ: અજય જોષી
અબતક સાથેની વાતચીતમાં સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશીએ જણાવ્યું હતુ કે વોરા વેલ્ફેરના સહયોગથી સિઝન સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી સંગીતની સ્પર્ધાઓ યોજે છે. જેમાં નવા પ્રયોગના ભાગરૂપે જે ગુજરાતી ભાષા લુપ્ત થઈ જાય છે. જેને જીવંત રાખવાનો પ્રયાસ છે. ૧૦૦થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમા ૨૦ લોકોએ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સૌરાષ્ટ્રભરમાંથી સ્પર્ધકો સાથે સાથે દર્શકો પણ કાર્યક્રમ નિહાળવા આવી રહ્યા છે. વોરા વેલ્ફેર ફાઉન્ડેશન અને સિઝન સ્કવેર એક સિકકાની બે બાજુ છે. બંને મળીને ભવિષ્યમાં બહેનોની આજીવિકા તથા વિદ્યાર્થીઓમાં ભણતર સ્તરને ઉપર લાવવા માટે ઘણા કાર્યક્રમો કરવામાં આવશે.
વોરા વેલ્ફેર ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થવાનો
અબતક સાથેની વાતચીત દરમિયાન વોરાવેલ્ફેરના ટ્રસ્ટી વોરા સાહેબે જણાવ્યું હતુ કે સીઝન સ્કેવર દર વર્ષે યુવાનો માટે આવી સ્પર્ધાઓ ગોઠવે છે. એવી જ રીતે આ ગીત-ગઝલ-સુગમ સંગીતની સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ આજરોજ રાખવામાં આવ્યું છે વોરા વેલ્ફેર અમારા કુટુંબો સ્થાપેલું એક ઓર્ગેનાઈઝસર છે. જેમાં અમે સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. વોરા વેલ્ફેર ફાઉન્ડેસનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થવાનો છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સાથે જોડાઈ યુવાનોને કાંઈક અલગ વસ્તુ આપવાનો હેતુ છે.