યાજ્ઞીક રોડ ઉપર સ્વામી વિવેકાનંદ ચોક પાસે સીટી બસ ચાલકે ડિવાઇડર હોવા છતાં બસને રોંગ સાઇડમાં દોડાવી હતી. ટ્રાફીક નિયમનો ઉલાળીયો કરીને જીજે ૦૩ એટી ૯૬૦૧ નંબરની બસે રોડ પર ભારે ટ્રાફીક સર્જર્યો હતો. ઉપરાંત કર્મચારીએ અન્ય વાહન ચાલકો સાથે ગેરવર્તન પણ કર્યુ હતું. સીટી બસ ચાલકોની બેદરકારી અનેક વખત સામે આવ્યા કરે છે. ત્યારે તંત્રએ આ પ્રકારની બેદરકારી સામે કડક વલણ અપનાવવાની જરુર છે બસ ચાલકે પોતે નિયમ ભંગ કર્યો હોવા છતાં અન્ય વાહન ચાલકો સામે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,