અનેક વિસ્તારોમાં માત્ર 10 મિનિટ જ પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી
હજુ તો ઉનાળાનો વિધિવત આરંભ પણ થયો નથી. ત્યાં શહેરમાં પાણીની હાડમારી સર્જાવાનું શરૂ થઇ ગયું છે. શહેરના વોર્ડ નં.11માં પાણી પ્રશ્ર્ને આજે મહિલાઓએ વોર્ડ એન્જીનીંયર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો. નળ વાટે 10 મિનિટ પણ પાણી આપવામાં આવતુ નથી. તેવી ફરિયાદો કરી હતી.
વોર્ડ નં.11માં સોરઠીયા પાર્ક, ઓમ નગર સહિતના અનેક વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ થઇ રહ્યું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં ફરિયાદ યથાવત છે. આજે સવારે સફાઇ, ટીપરવાન અને પાણી પ્રશ્ર્ને મહિલાઓનું ટોળું એકત્રિત થયું ગયું હતું અને વોર્ડ એન્જીનીંયર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.
આજી ડેમમાં નર્મદાના નીર જાણે લોકોના મરવા માટે ભરવામાં આવતા તેવો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું. અધિકારીઓ પાણી વિતરણના સમયે ચેકીંગ માટે આવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.