તાત્કાલીક પ્રશ્ન નો નિકાલ નહી કરાય તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતમાં રામધુન બોલાવાશે
ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકા સૈયદ રાજપરા બંદરમાં પિવાના પાણી માટે ગામ લોકો ૨૦ દિવસથી સૌ.રાજપરા ગામના લોકો વલખા મારે છે. રાજપરા ગામથી બાજુના સીમર અને શિતળામાતાજીના મંદિરે પાણી ભરવા જવું પડે છે. છેલ્લા ઘણા દિવસથી સૈયદ રાજપરા ગ્રામ પંચાયતના આંતરીક જગડાને કારણે ગામ લોકો પરેશાન છે.
સૈયદ રાજપરા ગામ ઉના તાલુકાનું છેવાળાનું ગામ છે. અને ૧૫૦૦ હજારની માછીમારીની વસ્તી ધરાવે છે. અને આજુબાજુના ૧૫ ગામના લોકો પોતાની રોજી રોટી મેળવવા ગામમા રહે છે. જેમાં જાફરાબાદ તાલુકાના ધારાબંદર રોહિસા ચાચ બંદર, ચિત્રાસર, કેરાળ અને અનેક ગામના લોકો રહે છે. જેને આજ પાણી માટે વલખા મારવા પડે છે. હાલ સૈયદ રાજપરામાં ખાનગી માલીકીના પાણીના ટાંકાથી પાણી વેચવામા આવે છે. તેમનો આભાર કે તેમના ટાંકાથી આખુ ગામ જીવી રહ્યું છે. જો સરકાર આગામી દિવસોમાં આ પ્રશ્નનો નિકાલ નહી કરવામાં અવે તો રાજપરા ગામના જાગૃત નાગરીક ભરત કામળીયા દ્વારા ઉના તાલુકા પંચાયતમાં રામ ધુનનું આયોજન કરવામાં આવેલ છે.