થાળી- વેલણ વગાડ માટલા ફોડી મચાવ્યો હોબાળો
શિયાળા ની શરૂઆતમાં મચ્યો વડિયાના ખાખરીયા ગામે પાણી નો પોકાર મહિલાઓએ થાળી વેલણ વગાડી પોતાના ઉકળાટ ને રામધૂન ગાઈ તેમજ માટલા ફોડી ઠાલવ્યો ઉકળાટ અને પુરવઠા વિભાગના ના.કા.ઇ.ના નામના છાજીયા લઈને મચાવ્યો હોબાળો.
વડિયા તાલુકાના ખાખરીયા ગામે ગામને પાણી પૂરું પાડતો એકજ દાર છે જેમાં છેલા ઘણા સમય થી ઇલેક્ટ્રિક મોટર બળી ગયેલ છે જેના કારણે ગ્રામ લોકો ને પાણી ભરવા માટે બે બે કી. મી.દૂર જવું પડે છે ખાખરીયા ગામે પાણી નો સમ્પ પણ આવેલ છે જેની પાણીની લાઇન તૂટી ગયેલ છે.
જે આજદિન સુધી રિપેરિંગ થયેલ નથી ગ્રામજનો ની રજુઆત પુરવઠા વિભાગને કરવામાં આવી છે પણ પુરવઠા વિભાગની લોલીપોપ થી ત્રાસી જઈને ગ્રહિણીઓ એ મચાવ્યો હોબાળો થાળી વેલણ વગાડી માટલા ફોડી ને પોતાનો ઉકળાટ રામધૂન ગાઈ ને ઠાલવ્યો બાદ ના.કા.ઇ.ના નામના છાજીયા લઈને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યાને ખાખરીયા ગામે મોદીસરકારને રજુઆત કરી કે ભાઈ,ભાઈની બહેનો પાણી માટે વલખા મારે છે અંધારામાં બે બે કી. મી સુધી રજડે છે….
ખાખરીયા ગામના સરપંચપતિ ના જણાવ્યા મુજબ અમે અમારી ફરજ રૂપે અમરેલી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરી આપી છે કે ખાખરીયા ગામે પાણી નો દાર છે તેની મોટર બળી ગયેલ છે તો સત્વરે કરવું જો આ દારની મોટર રીપેરિંગ અથવા નવીફિટીંગ થાય તો ખાખરીયા ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે પણ તંત્ર દ્વારા લોકોને પાણી માટે પડતી હાલાકીનો આનંદ મળતો હોય તેમ આનંદ લઇ રહયા છે ને મોટર રીપેરીંગ કે નવી ફિટીંગ થતી નથી અને લોકો પાણી માટે બે બે કી. મી.સુધી હેરાન અને વલખા મારી રહયા છે.
જેમાં તંત્રને આનંદ મળતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ને ગ્રહિણીઓ મા પીવાના પાણી માટે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે જો કે ખાખરીયા ગામ પંચાયત અને સરપંચ દ્વારા આઠ માસ પહેલા પાણી પુરવઠા વિભાગ અને નાયબ કાર્યપાલક ઈજનેર લેખીત રજુઆત કરવામાં આવેલ હતી અને તે નવી મોટર મંજુર પણ થઈ ગયેલ છે છતા પણ કોઈ વન્ડા સાહેબ અધીકાર દ્વારા ખાખરીયા ગામને મોટર ફીટ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.