મહિલાઓને બે બેડા પાણી માટે એક થી દોઢ કિલોમીટર પગપાળા રખડવું પડે છે
ઉનાળો શરુ થતા જ પાણીની જરુરીયાત વધી જાય છે. ત્યારે ગુજરાત સરકારની અનેક યોજનાઓ અને પાણી સંગ્રહ કરવા માટે કરોડોની ગ્રાન્ટો ફાળવી તેનો ઉપયોગ કરી લેવાય છે પરંતુ દર વર્ષે પાણીની અછત અને સમશ્યા તો તેની તે જ રહે છે. ખેડુતો અને સામાન્ય લોકોને ઉનાળાના ચાર મહિના પાણી માટે રીતસર વલખા મારવા જેવી સ્થિતી ઉદભવે છે ત્યારે ધ્રાંગધ્રા પંથકની તમામ કેનાલો પાણીથી હીચો હીચ ભરી છે છતા પણ છેવાડાના રણ વિસ્તાર પાસે આવેલા ગામો જેમકે નિમકનગર, કુડા, એજાર, જેસડા સહિતનાઓમા હજુય આઝાદીના ૭૦ વષઁ બાદ પણ મહિલાઓ દરરોજ પીવાના પાણી માટે એકથી દોઢ કિલોમિટર સુધી પગપાળા કરે છે.
પાણીની અછત અને ગત વર્ષે ચોમાસામા દુષ્કાળ જેવી સ્થિતીને લઇને ખેડુતોની હાલત પણ કફોડી બની છે જેના લીધે દેવાદાર ખેડુત વધુ દેવામા ઉતરતા જાય છે. ધ્રાગધ્રા પંથકના લગભગ દરેક ગામોમા પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. જ્યારે સુજલામ-સફલામ યોજના અર્ંતગત ગામોના તળાવો માત્ર કાગળો પર જ ઉંડા થયા અને જે ગ્રાન્ટ સરકારમાથી મળી તે ગ્રાન્ટનો ઉપયોગ જે તો અધિકારી તથા ગામના લાગતા-વળગતા રાજકીય આગેવાનો જમી ગયા.
સરકાર દ્વારા આ યોજના લોકોને પાણીના સંગ્રહ અને પાણી નહિ મળવાથી પડતી તકલીફોના નિવારણ માપે હતી છતા લોકોની કલીફો તો યથાવત જ રહી. પાણી માટેના પોકારની પરીસ્થિતી માત્ર ધ્રાંગધ્રાના છેવાડાના ગામોમા જ નથી પરંતુ શહેરી વિસ્તારની પણ પરીસ્થિતી કંઇક આવી જ છે દરરોજ ધ્રાંગધ્રા નગરપાલિકામા જાડી ચામડીના ચીફઓફીસર તથા અધિકારીઓને રજુવાત કરવા જુદા-જુદા વિસ્તારમાથી મહીલાઓ આવે છે અને ઉગ્ર રજુવાત બાદ આ અધિકારીઓ આવતીકાલથી ટાઇમસર પાણી આપવાનુ નિવેદન આપી મહિલાઓને હાકી કાઢે છે. ત્યારે લોકો હવે તંત્રના જુઠાણા સાંભળી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પરંતુ પાણીનો પોકાર હજુ સુધી સમેટાયો નથી.