જયારે દીવો ના ઘરે કોઈ જયારે ઘનઘોરી તુફાની રાતે બારવાસે તને જોઈ; ત્યારે આભની વીજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે… એકલો જાને છે… આ સાદ વહાલા વતનનો છે
એકલા ભારતના નહિ, સમસ્ત માનવજાતના કવિવરનો છે, રવીન્દ્રનાથ ઠાકુરનો અર્થાત્ ગીતાંજલીના અજર અભર ગાયકનો છે એમ ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ વર્ણવ્યું છે… કોરોનાગ્રસ્ત સમગ્ર ભારત અને સમગ્ર માનવ જાતનો આ પોકાર છે. આપણા આખા રાષ્ટ્ર માટે અને સવા અબજ દીનદુ:ખિયાનો, અને ગરીબ-અમીરોનો આ પોકાર છે.
એમની વહારે ચઢો, એમનાં તેજોમય પરમાત્મા અને પરવરદિગાર બનો, એમના રક્ષણહાર બનો, આપણા દેશમાં અત્યારે કયાંય કશુંજ લીલુંછમ નથી સઘળું સૂકૂં ભઠ્ઠ છે.. મન મૂનીને વરસોને અમૃતધારે વરસો, શ્રીકાર વરસો,
આપણો દેશ એના ઈતિહાસની કદાચ સૌથી વધુ વિષમ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે.
કુદરતી આફતોએ અને રાજસત્તા-ધર્મસત્તા એમ બંનેની વિવિધ નિષ્ફળતાઓને કારણે તેમજ બંને ફરજચ્યુત થવાને લીધે જેણે અતીતમાં સુવર્ણયુગ સર્જી બતાવ્યા હતા અને નંદનવનના અભૂતપૂર્વ સુખ સુવિધાઓની લ્હાણી કરી બતાવી હતી. આજના જેવા અર્ધાપર્ધા નર્ક જેવા બની બેઠા છે.
કોઈએ સાચું જ લખ્યું હતુ કે, અમે ઝંખી હતી કેવી ગુલાબી ખ્વાબી આઝાદી, અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી ! સાચું કહેવાયુ છે કે, મનુષ્યો મરે છે,પરંતુ એમનાં સંસ્મરણો તથા એમણે કરેલા સત્કર્મો કદાપિ મરતા નથી. કાળનાં ગર્ભમાં વિલીન થવાનું એમનાં ભાગ્યે આવતું નથી. અત્યારે ચોમાસાની અને વરસાદની મોસમ છે.
લીલુંછમ થતું આવ્યું છે લગભગ બધું જ સૂકુભઠ્ઠ કશું જ નહિ રહેવા દેવાની એની તમન્ના છે. મનુષ્યનાં મૃત્યુ પછીનાં મધમીઠાં અને મેહૂલામીઠાં સંસ્મરણોની એક વાત છે…
જે દિવસે આપણા રાજનેતાઓનાં વિચારો શુધ્ધ બનશે, જીભ પવિત્ર બનશે, કળકપટ અને પ્રપંચોનું નામનિશાન નહિ રહે, અને તમામ પ્રકારનાં વ્યવહારો ભેળસેળ વગરના, નિર્મળ તેમજ નિર્ભય બની જશે તે દિવસે જ ખેતરોમાં મબલખ પાક થશે અને તેની ઓથે નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનો પણ નીપજશે…
આ કલ્પના મજાની છે, પણ આપણા દેશમાં જેસલ જાડેજાએ દર્શાવ્યું હતું તેમ માથાના વાળ જેટલા કુકર્મો થતાં હોય, અને મીંઢોળ બંધા વર-વધૂઓની આબરૂ લૂંટાતી હોય એવા બળાત્કારીઓની હારમાળા હોય એવા સમાજમાં અને ખેતરોમાં વૈષ્ણવજનો કયાંથી નીપજે ?
‘કોરોના’ આપણા દેશની છાતી ઉપર ચઢી બેસવાના કારણોમાં એક કારણ પાપકૃત્યો જ હોઈ શકે…
આને લગતી એક ટકોર એવી પણ થાય છે કે, ‘અધર્મ’ના નાશ માટે પ્રભુ અવતર્યા કરે છે, પણ અધર્મ વધતો જ જાય છે.
કોરોનાનો વ્યાપ ઘટવાને બદલે વધતોજ ગયો હોવાનું રોજેરોજના અહેવાલો દર્શાવે છે. આપણા દેશની રાજધાની દિલ્હીમાં તો હોસ્પિટલો અને સરકારની મથામણોની હાથબહાર આ મામલો પહોચી ગયો છે. અને મુંબઈ-મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત છેક કાશ્મીરી પ્રદેશ સુધી કોરોના વાયરસ-મહામારીનો ખોફનાક ચરૂ ઉકળી રહ્યો છે. કોઈ કોઈની વહારે ચઢે એવી અને હજારો લોકોનાં લોહીસમાં આંસુઓ લુછે એવી સ્થિતિ રહી નથી.
આખા દેશે આખા દેશની ચિંતા કરવી પડે તેવો ઘાટ ઘડાયો છે. સતત વધતા રહેલા કિસ્સાઓ લોકોને કલ્પનામાં ન આવે એવો ભય પમાડે છે.
બધી જ રાજય સરકારો ‘કોરોના’ના વિકરાળ બનતા જતા કિસ્સાઓ વચ્ચે લગભગ બેબાકળી બની ચૂકી છે, જેમા રાજધાની દિલ્હીતો અતિ બૂરીરીતે માખરે છે. વડાપ્રધાન વિદેશોની મદદ મેળવવાની આપણો દેશ બેહદ ગોટે ચડયો છે. પગથી માથા સુધી ગોટે ચઢયો છે.
અમેરિકાનાં ન્યૂયોર્ક જેવા શહેરમાં ‘કોરોના’ ને કારણે મૃત્યુ પામેલાઓનાં મૃતદેહને બંધ ઓરડામાં જેમના તેમ મૂકી દેવાયા હોવાની સનસનીખેજ વાતો બહાર આવી છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ ગોટે ચડયા છે. કોઈને કાંઈ સાચુસુઝતું નથી. આવડત બૂઠી થઈ છે. ભારત તમામ ક્ષેત્રે ઘેરાઈ ચૂકયો હોવાનું ખૂલ્લેઆમ કહેવાતું રહ્યું છે, જેમાં મિડિયાનો સમાવેશ થાય છે.
હોસ્પિટલોમાં દર્દીઓ માટે પૂરતી પથારીઓ નથી. સુવિધાઓ નથી. ભારતની રાજધાની દિલ્હીમાં આજ હાલત છે. સ્ટેડિમોનો ઉપયગો કરાઈ રહ્યો છે. સમૂહમાં એક સાથે લોકો કોરોનાગ્રસ્ત થવા લાગ્યા છે. જૂનની ૧૬મી તારીખ સુધીમાં કટોકટીની અભૂતપૂર્વ સ્થિતિ સર્જાવાનો એકરાર ખુદ સરકાર કરે છે. સતત મથામણમાં રહ્યા છે. એમને એમ કરવાની ફરજ પડી રહી છે. ટોચના અધિકારીઓની મુંઝવણોનો પાર નથી. નાણાકીય હાલત અને અર્થતંત્રની કફોડી સ્થિતિ પણ આપણા આખા દેશને પજવ્યા કરે છે. ‘કોક જણે તો કરવું પડશે, ભાઈ !’ એવા પડઘા ચોમેર પડી રહ્યા છે.
વરસાદ, વાવાઝોડુ તેમજ ઘોડાપૂર, ‘ડાયજેસ્ટર મેનેજમેન્ટ’ (કુદરતી આફત)ના દરવાજા ખખડાવ્યા કરે, એવી હાલત છે… આવી કઠોર કસોટી વચ્ચે ‘વતનનો સાદ’ ઉઠી શકે છે. ધરતીથી આકાશ સુધીનો આ સાદ છે. રવીન્દ્રનાથ ઠાકુર’ની જગવિખ્યાત કવિતા એવો પડઘો પાડે છે કે, તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને છે…
જો સૌના મ્હોં સિવાય ઓરે ઓરે અભાગી ! સૌનાં મોં સિવાય જયારે સૌએ બેસે મ્હાં ફેરવી સૌએ ડરી જાય, ત્યારે હૈયું ખોલી ઓરે તું મ્હોં મૂકી તારા મનનું ગાણુ એકલો ગાને રે… એકલો જાને રે !…
જયારે દીવો ના ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી, દીવોના ઘરે કોઈ ત્યારે આભની વીજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે, તારી જો હાક સૂણી કોઈના આવે તો એકલો જાને રે !…. આ પોકાર આખા દેશનો છે.
આપણા બધા માટે છે. ભાઈ ભાંડુઓ માટે છે… આપણા સંતાનો માટે છે. ‘કોરોનાને મ્હાત કરવા માટે છે.
દેશના નવા કલેવર માટે અને નવાં નવાં પ્રયાણ માટે છે !
આપણે જીતવું છે… વિજય મેળવવા માટે મથવું છે. ‘અબતક’ની શ્રધ્ધા ફળશે જ અને વતનની પ્રાર્થના, પ્રમાણિકતા તથા પવિત્રતા મૂર્તિમંત થશે જ, એની પ્રતીતિ કરાવવા માટે અથાક મથામણ કરવી છે.