ડે.મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયમિન ઠાકર, શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવ અને પક્ષના દંડક તરીકે મનીષ રાડીયાની વરણી: શુભેચ્છાઓનો વરસાદ
રાજકોટના વણથંભ્યા વિકાસને વધુ વેગવાન બનાવવા નવનિયુકત મેયર નયનાબેન પેઢડીયાનો કોલ
રાજકોટ મહાનગરપાલિકાના રરમાં મેયર તરીકે શહેરના વોર્ડ નં.4 ના નગરસેવીકા નયનાબેન પેઢડીયાની નિમણુંક કરવામાં આવી છે જયારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે જયમિન ઠાકર, શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવ અને પક્ષના દંડક તરીકે મનીષ રાડીયાની નિયુકિત કરવામાં આવી છે. નવનિયુકત હોદેદારોને શુભકામના પાઠવવા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ભાજપના કાર્યકરો- સમર્થકોનો જનસંખ્યા ઉમટી પડયો હતો. રાજકોટના વણથંભ્યા વિકાસને વધુ વેગવાન બનાવવા માટેનો કોલ નવ નિયુકત મેયર નયનાબેન પેઢડીયા દ્વારા આપવામાં આવ્યો છે.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહ ખાતે ડો. પ્રદિપ ડવના અઘ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી યોજવામાં આવી હતી. આ પૂર્વ ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ પ્રદેશમાંથી બંધ કરવામાં આવેલા મેયર તરીકેના મુખ્ય પાંચેય પદાધિકારીઓને અને સ્ટેન્ડીંગ કમિટીના 1ર સભ્યોના નામની સત્તાવાર ઘોષણા કરી હતી. દરમિયાન બોર્ડ બેઠકમાં રાજકોટના રરમાં મેયર તરીકે નયનાબેન પેઢડીયાની નિયુકિત કરવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર પદ માટે કોઇ ઉમેદવાર ન ઉતારતા રાજકોટના રરમાં મેયર તરીકે વોર્ડ નંબર-4ના નગરસેવિકા નયનાબેન પેઢડીયાની સર્વાનુમને વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ ડેપ્યુટી મેયર પદ માટે પણ ઉમેદવાર ન ઉતારતા રાજકોટના 34માં ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા(ટીકુભા)ની નિયુકિત કરવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટીના 1ર સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ નામ જેનું હોય તે ચેરમેન હોય છે. જનરલ બોર્ડમાં 1ર સભ્યોની નિયુકિત કરાયા બાદ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 33માં ચેરમેન તરીકે સર્વાનુ મતે વરણી વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમિન ઠાકરની નિયુકિત કરવામાં આવી છે. નવનિયુકત મેયર નયનાબેન પેઢડીયા રાજકોટના વિકાસને વધુ વેગવાન બનાવવાનો કોલ આપ્યો છે. મહિલાઓના વિકાસ માટે આગામી દિવસોમાં નવી યોજનાઓની પણ જાહેરાત કરાશે તેવું પણ જણાવ્યું હતું. દરમિયાન અલગ અલગ 1પ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન તથા સભ્યોની વરણી માટે આગામી દિવસોમાં વિશેષ વર્ષે બોલાવવામાં આવશે.
પ્રથમવાર મેયરપદ મળતા સમાકાંઠે દિવાળી જેવો માહોલ
શહેરના સામાં કાંઠા વિસ્તારને પ્રથમવાર મેયરપદ મળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મેયર તરીકે વોર્ડ નં.4ના નગરસેવીકા નયનાબેન પેઢડિયાના નામની જાહેરાત થતાંની સાથે જ કાર્યકરોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો.ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
શિક્ષણના વિકાસના કાર્યોને વેગ આપશું: નયનાબેન પેઢડીયા
રાજકોટના નવા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે, રાજકોટનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વિકાસને વધુ વેક આપવાની નેમ ઉપાડી છે. રાજકોટમાં એજ્યુકેશન નો સારો વિકાસ થાય એ માટેના કાર્યો હાથ ધરવામાં આવશે.ભારતીય જનતા પાર્ટી હમેશા કાર્યકર્તાઓની કદર કરે છે.વોર્ડ અને શહેર પ્રમુખ હતી.એ સિવાયના અન્ય ઘણા પદભાર સંભાળ્યા છે.એ તમામની પાર્ટી એ જ મને જવાબદારી સોપી હતી.ત્યારે ફરી એકવાર આ નવી જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મને સોંપી છે.તેને હું સુપેરે નિભાવીશ.
નવા મેયર અગાઉ શિક્ષીકા હતા, 2001માં વોર્ડ પ્રમુખથી શરૂ કરી રાજકીય કારર્કિદી
નયનાબેન પેઢડીયા ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. વર્ષ-2001માં જૂના વોર્ડ નં.7માં વોર્ડ પ્રમુખ હતા. 2005માં મહિલા મોરચાના કોષાધ્યક્ષ, 2007માં મહિલા મોરચાના મંત્રી, 2008માં સંગઠન મંત્રી સહિત વર્ષ-2017 થી 2021માં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવેલ. 2021માં મહાપાલિકાના વોર્ડ નં.4ના કોર્પોરેટર તરીકે
ચૂંટાઇ આવી, સ્ટેન્ડિંગ કમીટીના સદસ્ય તરીકે ફરજ નિભાવી હતી. સાથોસાથ તેઓ રણછોડનગરની સરસ્વતી શિશુ મંદિર ક્ધયા માધ્યમિકમાં શિક્ષીકા તરીકે જવાબદારી નિભાવી હતી. ઉપરાંત અનેકવિધ સંસ્થાઓમાં પણ તેઓ જોડાયેલ છે.
જયમીન ઠાકર પક્ષની જવાબદારી નિભાવવામાં 100 ટકા પાસ
જયમીનભાઇ ઠાકર વર્ષ 1996થી ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો. શરુઆતમાં સહ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારબાદ શહેર યુવા ભાજપમાં મંત્રી, સહમંત્રી તથા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી, બાદમાં શહેર મોરચા સેલના પ્રભારી તરીકે કામગીરી કરી સને 2015થી વોર્ડ નં. ર ના કોર્પોરેટર તરીકે ચુંટાયા બાદમાં સમાજ કલ્યાણ સમિતિ અને આરોગ્ય કમિટીના ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો આ દરમ્યાન સંગીત તથા મનોરંજનના અનેકવિધ કાર્યક્રમો કર્યા. સાથે સાથે આરોગ્યલક્ષી કેમ્પો
કરવા તથા ગુજરાતમાં સૌથી વધુમાં અમૃતમ કાર્ડની સેવા આપવાનો રેકર્ડ પ્રસ્થાપિત કરેલ છે. છેલ્લા અઢી વર્ષથી સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ છે.
નવનિયુકત સ્ટેન્ડિંગ કમીટી સભ્યો
- જયમીનભાઇ ઠાકર
- દક્ષાબેન વસાણી
- ભારતીબેન પરસાણા
- મંજુબેન કુંગશીયા
- ડો. હાર્દિકભાઇ ગોહિલ
- વર્ષાબેન રાણપરા
- દેવાંગભાઇ માંકડ
- નરેન્દ્રસિંહ વાઘેલા
- જયોત્સનાબેન ટીલાળા
- બીપીનભાઇ બેરા
- ડો. નેહલભાઇ શુકલ
- રૂચીતાબેન જોષી
મેયરની નામાવલી
- રમેશભાઇ છાયા
- અરવિંદભાઇ મણીયાર
- અરવિંદભાઇ મણીયાર
- વજુભાઇ વાળા
- વિનોદભાઇ શેઠ
- વજુભાઇ વાળા
- ભાવનાબેન જોશીપુરા
- વિજયભાઇ રૂપાણી
- ઉદયભાઇ કાનગડ
- ગોવિંદભાઇ સોલંકી
- મંજુલાબેન પટેલ
- અશોકભાઇ ડાંગર
- મનસુખભાઇ ચાવડા
- ગૌરીબેન ડી.સિંધવ
- ધનસુખભાઇ સી. ભંડેરી
- સંઘ્યાબેન વ્યાસ
- જનકભાઇ કોટક
- રક્ષાબેન આર. બોળીયા
- ડો. જૈમન ઉપાઘ્યાય
- બિનાબેન આચાર્ય
- ડો. પ્રદીપ ડવ
ડેપ્યુટી મેયરની નામાવલી
- વિનોદભાઇ બુચ
- અકબરઅલી લુકમાનજી
- કાંતિભાઇ વૈદ્ય
- કાનજીભાઇ પરસાણા
- ગોવિંદભાઇ પટેલ
- માવજીભાઇ ડોડીયા
- હરગોવિંદભાઇ વ્યાસ
- પુષ્પાબેન પંડયા
- લાલુભાઇ પારેખ
- મુકેશભાઇ ડાંગર
- મીનાબેન વસંત
- ઇન્દ્રનીલ રાજયગુરૂ
- મોહનભાઇ સોજીત્રા
- ભરતભાઇ મકવાણા
- શકિલભાઇ રફાઇ
- જસુમતિબેન વસાણી
- લાલુભાઇ પારેખ
- જનકભાઇ કોટક
- નરેન્દ્રભાઇ સોલંકી
- વલ્લભભાઇ દુધાત્રા
- ભીખાભાઇ જે. વસોયા
- દીપાબેન વી. ચિકાણી
- વિનુભાઇ ધવા
- ઉદય કાનગડ
- ડો. દર્શિતાબેન શાહ
- અશ્ર્વિન મોલીયા
- ડો. દર્શિતાબેન શાહ
- કંચનબેન સિઘ્ધપુરા
સ્ટેન્ડિંગના ચેરમેનની નામાવાલી
- અશ્વિનભાઇ મહેતા
- કાંતિભાઇ જાની
- વિનોદભાઇ શેઠ
- રમણીકભાઇ પંડયા
- વિનોદભાઇ શેઠ
- વિજયભાઇ રૂપાણી
- જનકભાઇ કોટક
- મનસુખભાઇ પટેલ
- ધનસુખભાઇ ભંડેરી
- બીપીનભાઇ અઢીયા
- લાધાભાઇ બોરસદીયા
- મેઘજીભાઇ રાઠોડ
- ઇન્દ્રનીલ રાજયગુરૂ
- યુવરાજસિંહ સરવૈયા
- દાનાભાઇ કુંગશીયા
- નીતીનભાઇ ભારદ્વાજ
- ઉદયભાઇ કાનગડ
- ડો. જૈમન ઉપાઘ્યાય
- કમલેશ મીરાણી
- કશ્યપ શુકલ
- નરેન્દ્રભાઇ સોલંકી
- ડો. જૈમન ઉ5ઘ્યાય
- રાજેન્દ્રસિંહ ઝાલા
- નીતીનભાઇ ભારદ્વાજ
- પુષ્કરભાઇ પટેલ
- ઉદયભાઇ કાનગડ
- પુષ્કરભાઇ પટેલ
15 ખાસ સમિતિના ચેરમેનો આવતીકાલે ચાર્જ સંભાળશે
બાંધકામ સમિતિ
- ભાવેશભાઇ દેથરીયા – ચેરમેન
- અલ્પેશભાઇ મોરજરીયા
- પુષ્કરભાઇ પટેલ
- પ્રીતિબેન દોશી
- કીર્તિબા રાણા
સેનિટેશન સમિતિ
- નિલેશભાઇ જલુ (ચેરમેન)
- સંજયસિંહ રાણા
- વર્ષાબેન પાંધી
- પરેશભાઇ ડી. પીપળીયા
- અલ્પાબેન દવે
માઘ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ
- રસીલાબેન સાકરીયા (ચેરમેન)
- જીતુભાઇ કટોડીયા
- મિતલબેન લાઠીયા
- પરેશભાઇ ડી. પીપળીયા
- રાણાભાઇ સાગઠીયા
માર્કેટ સમિતિ
- રવજીભાઇ મકવાણા (ચેરમેન)
- ભારતીબેન પાડલીયા
- કંકુબેન ઉધરેજા
- અસ્મીતાબેન દેલવાડીયા
- કુસુમબેન ટેકવાણી
પ્લાનીંગ સમિતિ
- ચેતનભાઇ સુરેજા (ચેરમેન)
- વિનુભાઇ સોરઠીયા
- હિરેનભાઇ ખીમાણીયા
- વિનુભાઇ ઘવા
- દુર્ગાબા જાડેજા
શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિ
- દિલીપભાઇ લુણાગરીયા (ચેરમેન)
- ભારતીબેન મકવાણા
- મિતલબેન લાઠીયા
- વજીબેન ગોલતર
- બાબુભાઇ ઉધરેજા
હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ
- નીતીનભાઇ રામાણી (ચેરમેન)
- નરેન્દ્રભાઇ ડવ
- કંકુબેન ઉધરેજા
- જયશ્રીબેન ચાવડા
- દુર્ગાબા જાડેજા
બાગ બગીચા અને ઝૂ સમિતિ
- સોનલબેન સેલારા (ચેરમેન)
- અનિતાબેન ગોસ્વામી
- કુસુમબેન ટેકવાણી
- રાણાભાઇ સાગઠીયા
- કંકુબેન ઉધરેજા
આરોગ્ય સમિતિ
- કેતનભાઇ પટેલ (ચેરમેન)
- ડો. દર્શનાબેન પંડયા
- અલ્પાબેન દવે
- ડો. રાજેશ્રીબેન ડોડીયા
- રાણાભાઇ સાગઠીયા
સમાજ કલ્યાણ સમિતિ
- સુરેન્દ્રસિંહ વાળા (ચેરમેન)
- પરેશભાઇ આર. પીપળીયા
- પ્રદીપભાઇ ડવ
- સંદીપભાઇ ગાજીપરા
- ડો. રાજશ્રીબેન ડોડીયા
એસ્ટેટ મેનેજમેન્ટની સમિતિ
- મગનભાઇ સોરઠીયા (ચેરમેન)
- કીર્તિબા રાણા
- પરેશભાઇ ડી. પીપળીયા
- કંચનબેન સિઘ્ધપુરા
- બાબુભાઇ ઉધરેજા
ડ્રેનેજ સમિતિ
- સુરેશભાઇ વસોયા (ચેરમેન)
- દક્ષાબેન વાઘેલા
- વિનુભાઇ ઘવા
- દુર્ગાબા જાડેજા
- જયશ્રીબેન ચાવડા
લાઇટીંગ સમિતિ
- કાળુભાઇ કુંગશીયા (ચેરમેન)
- આશાબેન ઉ5ાઘ્યાય
- રાણાભાઇ સાગઠીયા
- બાબુભાઇ ઉધરેજા
- કંચનબેન સિઘ્ધપુરા
કાયદો અને નિયમોની સમિતિ
- દેવુબેન જાદવ (ચેરમેન)
- મીનાબા જાડેજા
- અસ્મીતાબેન દેલવાડીયા
- સંદીપભાઇ ગાજીપરા
- વિનુભાઇ ઘવા
વોટર વર્કસ સમિતિ
- અશ્ર્વિનભાઇ પાંભર (ચેરમેન)
- જયાબેન ડાંગર
- વજીબેન ગોલતર
- કુસુમબેન ટેકવાણી
- સંદીપભાઇ ગાજીપરા