ચીફ ઓફિસરને પ્રશ્નો અંગે રજૂઆત કરી
મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક પ્રશ્નો અંગે મહિલાઓએ સતત બીજા દિવસે પાલિકા કચેરીએ ધામા નાખ્યા હતા અને પાલિકા કચેરીએ રામધુન બોલાવી વિરોધ કર્યો હતો તેમજ ચીફ ઓફિસરને પ્રાથમિક સુવિધાઓ મામલે રજૂઆત કરવામાં આવી હતી
મોરબીના લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસ યોજનામાં સુવિધાઓનો અભાવ હોય જેથી પાલિકાએ ટોળું આજે બીજા દિવસે પહોંચ્યું હતું રામધુન બોલાવી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ પાલિકાના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કે પીવાના પાણી અને ઉભરાતી ગટરની ગંદકીથી આવાસ યોજનાના રહીશો પરેશાન છે અને પાલિકા તંત્ર પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવે તેવી માંગ કરી છે પાલિકાએ તમામ સુવિધાઓ આપી હતી જાળવણી કરવામાં રહીશો નિષ્ફળ. આવાસ યોજનાની રજૂઆત સંદર્ભે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે આવાસ યોજના તૈયાર કરાઈ ત્યારે તમામ સુવિધાઓ આપવામાં આવી હતી જોકે રહીશો તેની જાળવણી કરી શક્યા નથી જેથી સમસ્યા સર્જાઈ છે જે સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક રહીશોની કમિટી બનાવશે અને સુવિધાની જાળવણી તેને સોપવામાં આવશે સાથે જ ગેરકાયદે રહેનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું