રાજુ જશાણી અને સુનિલ જશાણી નામના વેપારી કેરી અને ચિકુ પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરતા હોવાનું કારસ્તાન પકડાયું
રાજયભરમાં કેલ્શીયમ કાર્બાઈડ સહિતના ઝેરી કેમીકલની મદદી કેરી સહિતના ફળો પકવતા વેપારીઓને ત્યાં ચેકિંગ હા ધરાતા હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં ફળોના વેપારીઓને ત્યાં ખાસ ચેકિંગ ઝુંબેશ શ‚ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શહેરના કોઠારીયા રોડ પર જલારામ ફ્રુટ સેન્ટરમાં આરોગ્ય શાખાએ દરોડો પાડયો હતો. જેમાં કેલ્શીયમ કાર્બાઈડની મદદી પકાવવામાં આવેલી રકોર્ડબ્રેક ૬૦૦૦ કિલો કેરી અને ૭૦૦ કિલો ચિકુના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને સીનીયર ફૂડ ઈન્સ્પેકટર અમીત પંચાલે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા છેલ્લા ઘણા દિવસી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફળોના વેપારીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ શ‚ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શહેરના કોઠારીયા રોડ પર નંદા હોલની બાજુમાં રાજુ જસાણી અને સુનિલ જસાણી નામના વેપારીની જલારામ ફ્રુટ સેન્ટર નામની પેઢીમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં કેલ્શીયમ કાર્બાઈડી પકાવેલા ૨૦ કિલોવાળા ચિકુના ૩૫ કાર્ટુનનો જથ્ો પકડાયો હતો. જયારે ૧૦ કિલો કેરીના ૬૦૦ કાર્ટૂન મળી આવ્યા હતા. ચેકિંગ દરમિયાન કાર્બાઈડી પકાવેલા ૭૦૦ કિલો ચિકુ અને ૬૦૦૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરવામાં આવ્યા હતા.
ફળના વેપારીઓ હવે કાર્બાઈડી ફળો પકાવવાના બદલે નવી ટેકનીક અજમાવી રહ્યાં છે. જેમાં એક ‚મમાં ફળનો જથ્ો રાખી અહીં કાર્બાઈડને સળગાવી તેનો ધુમાડો કર્યા બાદ ‚મને બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે ૪૮ કલાકમાં ફળ પાકી જાય છે. કેલ્શીયમ કાર્બાઈડી પકાવેલા ફળોના ઉપયોગી કેન્સર જેવી બીમારી વાની સંભાવના રહેલી છે. આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.