શાળાના સ્ટાફે વન વિભાગ ને જાણ કરતા મગર ને ઝડપી લઇ જળાશયમાં મૂક્ત કરી
વેરાવળ તાલુકાના ભેટાળી ગામે વાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક સીમ શાળાના મેદાનમાં એક મગર આવી ચડયું હતું જે વહેલી સવારે પ્રાથમિક સીમ શાળા ના અભ્યાસ કરવા આવેલ વિધાર્થીઓને ધ્યાનમાં આવતા તેઓ શિક્ષકો ને કરતા શાળના શિક્ષક એ વેરાવળ ફોરેસ્ટ વિભાગ ને કરતા તાત્કાલિક ભેટાળી ગામે પહોંચ્યા હતા અને મગર નુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને મગરને પકડી પાડી હતી અને સહીસલામત જળાશયો મા મુક્ત કરવામાં આવ્યુ હતું શાળાના મેદાનમાં મગરને જોતા શાળા ના બાળકો મા ઉત્સાહ નુ વાતવરણ સર્જાયું હતું આ મગર ભેટાળી ની બાજુમાં આવેલા ખાનગી કંપનીની માઇસ માંથી આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. સીમ શાળામાં અચાનક મગર આવી ચડતા બાળકોમાં ભારે ફફડાત વ્યાપી જવા પામ્યો હતો. શાળામાં ચીસાચીસ થવા લાગી હતી જો કે તાત્કાલિક વન વિભાગની ટીમ ભેટાળી સીમ શાળા ખાતે દોડી આવી હતી અને મગરને પકડી લીધી હતી અને મગર પકડયા કાદ શાળાના બાળકોને મગર બતાવવામાં આવીહતી ત્યારબાદ જળાશયમાં મુકવામાં આવી હતી.