આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનાં ઉપયોગથી અધરા કામ બનશે સરળ
ર૧મી સદીના વિશ્વમાં ટેકનોલોજીનો આવિષ્કાર માનવીને અનેક ક્ષેત્રો માં મુળ જ મદદરુપ અને અધરામાં અધરા કામ સરળ બનાવવા ઉપયોગી થઇ રહ્યું છે. તેમાં પણ આટિફીશ્યલ ઇન્ટેલીજીયન્સ એ.આઇ. નો માનવી માટે આશીવાદ રુપ પુરવાર થઇ રહ્યા છે. અમેરિકાના ફિઝીયોલોજીસ્ટ પોલ એકમને કરેલા સંશોધનમાં લાઇડીટેકટર ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી સિઘ્ધી જેવી શોધમાં એ.આઇ.ના માઘ્યમથી પોલીસે તપાસ અને જુઠના પર્દાફાશની દિશામાં એક અસરકારક હથિયાર પ્રાપ્ત થયું છે.
અમેરિકન સંશોધકો દ્વારા વ્યકિતના મનના ભેદ અને છુપાવાતી હકીકતોને બહાર લાવવાની એક નવી ટેકનીક હાથમાં હાથમાં આવી છે આ નવી શોધમાં લાઇ ડિટેકટક એ.આઇ. ના માઘ્યમથી પુછપરછ દરમિયાન વ્યકિત દ્વારા દર્શાવાતી ખોટી હકીકતોના સાંકેતિક સિગ્નલના માઘ્યમથી પુછપરછમાં જવાબ આપતી વ્યકિત સાચુ બોલી રહી છે. ખોટુ અને કેટલા ટકા ખોટુ બોલી રહી છે તેની ચોકકસ જાણકારી આપી દેશે.
અમેરિકન સંશોધકોએ નવા એ.આઇ. ટુલ્સની સત્ય શોધક ક્ષમતાની ચકાસણી માટે ૩૦૦ મીલીયન મુળ આકૃતિઓને ડેટા મેળવીને તેનું એ.આઇ. ટુલ્સ દ્વારા પૃથ્થકરણ કરીને મગજના હાવભાવ જેવા કે ગુસ્સો, ભય અને આશ્વર્યની હાવભાવ અને તેના ન દેખાતા લક્ષણોને ઉજાગર કરીને મનના હાવભાવ જાણીને વ્યકિતની રજુઆતમાં કેટલી શકયતાં છે તેનું સચોટ તારણ કાઢયું હતું. કેટલીક વાર વ્યકિતના મોઠા પર હાસ્ય દેખાય છે પણ આ ભાવ તેની આંખોમાં હોતો નથી એટલે કે વ્યકિતની હાસ્યની આ સ્થીતી પૂર્ણ ન હોવાનું અને આ હાસ્યના ભાવમાં આનંદની અનુભૂતિ હોવાનું એ.આઇ. થી ખબર પડી જાય છે. એટલે કે જે વ્યકિત હસતી નજરે પડે છે.
તેના હાસ્યમાં આનંદની સંપૂર્ણ અનુભુતિ ન હોય તે ખબર પડી જાય છે. લંડનના નિષ્ણાત તબીબ એલનના મને એ.આઇ. ના માનવા ટુલ્સથી મુંબઇ પોલીસને ટોળાના હાવભાવ અને મનના ઇરાદાઓનું તારણ કાઢવા માટે મદદ મળશે. એ.આઇ. ટુલ્સ થી મોઠાની તસ્વીરો અને વીડીયો ડેટાના પૃથ્થકરણથી લોકો ના ઇરાદાઓ જાણી શકાશે અને આ એ.આઇ. ટુલ્સ અમેરિકન પોલીસ ઉપયોગમાં લેવાનું વિચારી રહી છે.
એક સંશોધનમાં ફેસબુક ઇન્કમાઇક્રો સોફટ કોરપ આલ્ફાબેટ ઇન્ક, એઝેઝોન અને એમ્પલ દ્વારા એપ્રિલ મહિનામાં જારી કરેલા એક અહેવાલમાં ફેસ રિડીંગનું આ એ.આઇ. ટુલ્સ પોલીસ માટે આરોપીની મનો સ્થિતિ અને મનના ઇરાદાઓ પારખવા માં મદદરુપ થતું હોવાથી આરોપીને જામીન પેરોલ અને સજામાં વધારા ઘટાડા અંગેનો નિર્ણય લેવામાં મદદરુપ થશે. વળી આ અવલોકન અને તારણ સંપૂર્ણપણે પારદર્શક રહેશે અમેરિકામાં આ નવી ટેકનોલોજી નો ઉપયોગ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ શરુ કરી દીધો છે.