જય વિરાણી, કેશોદ:
કેશોદ શહેરમાં આવેલાં સરદારનગર વિસ્તારમાં પરશુરામ ધામમાં રહેતાં નિવૃત્ત શિક્ષક બીપીનભાઈ પંડ્યા પર વહેલી સવારે તિક્ષણ હથીયારથી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તુરંત ૧૦૮ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ હતાં. પોલીસ તપાસમાં ઈજાગ્રસ્ત નિવૃત્ત શિક્ષક બીપીનભાઈ પંડ્યાની પત્ની પુજાબેન ઉર્ફે સ્વાતીબેન બિપીનભાઇ પંડ્યાએ જ ઘરકંકાસથી કંટાળી ને કુહાડી વડે ઘા ઝીંકી દીધા હતાં અંતે પોલીસે ફરિયાદી ને જ આરોપી તરીકે અટક કરી જેલહવાલે કરવામાં આવેલ હતાં.
ઈજાગ્રસ્ત નિવૃત્ત શિક્ષક બીપીનભાઈ પંડ્યાની સારવાર કારગત ન નિવડતા એક માસ બાદ મોત નિપજ્યું છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ખુનનાં ગુનાની કલમ ઉમેરવામાં આવી છે. કેશોદના સરદારનગર વિસ્તારમાં પરશુરામ ધામ ખાતે રહેતાં પરિવારમાં મિલ્કત સંબંધિત બોલાચાલી બાદ બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
સામાન્ય ઘરકંકાસ થી કંટાળી આવેશમાં આવી ગયેલા પુજાબેન ઉર્ફે સ્વાતીબેન બિપીનભાઇ પંડ્યાએ વહેલી સવારે કુહાડી વડે હુમલો કર્યો હતો પરિણામે પતિને ગુમાવી દીધાં છે અને પોતે કારાવાસ ભોગવી રહ્યા છે ત્યારે એકનો એક દીકરો નોધારો બની જતાં સુખી પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.