કલમ ૩૬૩, ૩૬૬ અપહરણના ગુનામાં શા માટે કોર્ટમાં કેસ લુલો ઈ જાય છે?: પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ સગીરા કોર્ટમાં નિવેદન ફેરવી નાખે તો આરોપી પક્ષે ફાયદો કે નુકશાન?

૨૧મી સદીના ડિજીટલ યુગમાં ટીવી અને ફિલ્મોની ઘેરી અસર સગીર વયના બાળકોને પડે છે જેના કારણે પરિવારને અનેક પ્રકારના પરિણામો ભોગવવાનો વારો આવે છે. સગીર વયના બાળકો કયારેક પરિવારની વિરુધ્ધ ન કરવાનું કાર્ય પણ કરી નાખે છે ત્યારે પરિવારની સાથે સાથે સગીર બાળકો પણ મુશ્કેલીમાં મુકાય જાય છે. કાયદાની જોગવાઈઓ પ્રમાણે સગીર વયના બાળકોએ કરેલી ભુલના કારણે ભવિષ્ય વેર વખિેર થઈ જાય છે. ટીવી અને ફિલ્મોથી આંધણા બનેલા સગીર વયના બાળકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધણુ અનુકરણ કરી નાની વયે ઘર છોડીને ભાગવાના કિસ્સા સમાજમાં વધ્યા છે. તેની સામે સમાજમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવાનું પ્રમાણ પણ વધ્યું છે. સગીરા પરિવારી વિરુધ્ધ ઘરેથી નાસી ગયા બાદ કોઈ યુવક સો ભાગી ગઈ હોય અને પરિવારજનોએ અપહરણની ફરિયાદ પોલીસમાં નોંધાવી હોય પોલીસ તપાસ દરમિયાન સગીરા સ્વૈચ્છાએ ઘરેથી ભાગી હોય તેમ છતાં અપહરણનો ગુનો દાખલ થાય છે. આવા કેસમાં વાસ્તવિકતા શું છે તેનો ખ્યાલ આવતો ની અને કલમ ૩૬૩, ૩૬૬ અપહરણના કેસ કોર્ટમાં શા માટે લુલા થઈ જાય છે તે પણ એક મોટો સવાલ પ્રવતર્યો છે. ભારતના બંધારણ પ્રમાણે ‘૧૦૦ ગુનેગારોમાંથી ભલે ૯૯ ગુનેગારો છુટી જાય પરંતુ  નિર્દોષ દંડાય નહીં’ જેના કારણે પણ અદાલતે કાયદાની મર્યાદામાં કામગીરી કરવાની હોય છે. સગીરા ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયા બાદ તેના પરિવારજનો પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. જો સગીરા કોઈની સો ભાગી ગઈ હોય કે કોઈના પ્રેમમાં ઘર છોડયું હોય તેવા કિસ્સામાં પરિવારજનો અપહરણની ફરિયાદ નોંધાવતા હોય છે. પરંતુ આવા કિસ્સામાં પોલીસે પ્રમ તપાસ કરી જાણવા જોગ અરજી લઈ તપાસ કર્યા બાદ જો સગીરા કોઈના પ્રેમમી પડી હોય અને ઘર છોડયું હોય તો આવા કિસ્સામાં અપહરણનો ગુનો નોંધતા હોય છે. પરંતુ હાલ સમાજમાં વગદાર લોકો પોલીસ પર ઉપરી કે ઉચ્ચ અધિકારીનું પ્રેસર લાવી સગીરાના ભાગી જવાના બનાવોમાં અપહરણની ફરિયાદ નોંધવાનું દબાણ લાવતા હોવાી પોલીસે નાછૂટકે કલમ ૩૬૩,૩૬૬ મુજબ ગુનો નોંધવો પડે છે. પરંતુ ખરી વાસ્તવિકતા શું છે તે કોઈ જાણતું હોતું નથી.

કાયદામાં કલમ ૩૬૩ (અપહરણ)ની વ્યાખ્યા શું છે ?

જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિનું ભારતમાંથી અવા કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરે તેને ૭ વર્ષની સુધી બેમાંથી કોઈપણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવે અને તે દંડને પાત્ર પણ થાય છે.

ટિપ્પણી: કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬-સજાના ચુકાદાને પડકારવામાં આવ્યો

આશરે ૨ વર્ષની ઉંમરની સગીર બાળાનું અપહરણ કરવામાં આવ્યું અને તેની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો, તપાસ કરનાર અધિકારી આ ગંભીર અને સંવેદનશીલ કિસ્સામાં ચીલાચાલુ રીતે વર્તયા હોવાનું જણાયું, કામ ચલાવનાર અદાલતે પણ કેટલીક કાયદાકીય ક્ષતિઓ કરી હોવાનું જણાવ્યું હોવા છતાં કોઈ દેખીતી ગેરકાયદેસરતાનું તત્ત્વ દેખાયું નહીં, કે ન થતો સજા અમાન્ય થઈ શકે તેવા પુરાવાી પણ થયા હોવાનું જણાયું-ઠરાવ્યું કે, કિસ્સામાં જ્યારે સગીર બાળા ખુબજ નાજૂક વયની છે ત્યારે આરોપીને કોઈપણ મજબૂત ભરોસા પાત્ર સાક્ષીના પુરાવાના આધારે જાતિય હુમલો કે બળાત્કાર માટે દોષીત ઠરાવી શકાય-આરોપીને ગુના સાથે જોડતો પુરતો પ્રત્યક્ષ પુરાવો જણાયો અને આવા પુરાવાને તબીબી પુરાવાી પુષ્ટિ મળી હતી-સજા કાયમ રાખવામાં આવી-અપીલ રદ્દ કરવામાં આવી.

કાયદામાં કલમ ૩૬૬ (અપહરણ, અપનયન)ની વ્યાખ્યા શું છે ?

કોઈ થીને લગ્ન, વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા અપનયન કરવા અવા દબાણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ થીને તેની ઈચ્છા વિરુધ્ધ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ફરજ પાડવાના ઈરાદાથી અવા તેને ફરજ પાડવામાં આવશે તેવો સંભવ હોવાનું જાણવા છતાં અવા તેને લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાનો અવા તેમ કરવા માટે ફોસલાવાના ઈરાદા અવા તેમ કરવામાં આવશે તેવો સંભવ હોવાનું જાણવા છતાં તેનું અપહરણ કરે અવા અપનયન કરે, તેને ૧૦ વર્ષ સુધીની બે માંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવે અને તે દંડની પણ પાત્ર શે અને જે કોઈ વ્યક્તિ કોઈ થીને અન્ય વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાના અવા તેમ કરવા માટે ફોસલાવાના ઈરાદાી અવા તેમ કરવામાં આવે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેથીને આ અધિનિયમમાં વ્યાખ્યા કર્યા મુજબની ગુનાહિત ધમકીથી અવા અધિકારનો દુરઉપયોગ કરીને અવા બીજી કોઈ રીતે જબરજસ્તી કરીને અમુક સ્ળેી જવા માટે દબાણ કરે તેને પણ ઉપર મુજબ શિક્ષા પાત્ર ગણાશે.

ટીપ્પણી: કલમ ૩૬૩, તે હેઠળ સજા

એક લગભગ ૧૭ વર્ષની યુવતી તેના લગ્ન કોઈ માયાભાઈ સાથે થયા બાદ એકલી તેના પિતાનું ઘર છોડી બાદમાં આરોપી સાથે જતી રહી. બન્નેએ ઘણી જગ્યાઓએ સાથે રહ્યાં અને શરીર સુખ માણ્યું. ભોગ બનનારની જુબાની જોતા કામ ચલાવનાર અદાલતે આરોપીને કલમ ૩૬૬ તા ૩૭૬ હેઠળ સજા પાત્ર ગુનાઓ માટે નિર્દોષ છોડયો પરંતુ તેણીની ઉંમર ૧૮ વર્ષી ઓછી હતી. તેમજ તેણીના માતા-પિતાની કાયદેસરના વાલીપણામાંથી લઈ જવામાં આવેલીતેવા મુખ્ય કારણોસર કલમ ૩૬૩ માટે દોષીત ઠરાવ્યો, અપીલમાં સજા કરાતા ચુકાદાને ફેરવી નાખતા ઠરાવ્યું કે, કલમ ૩૬૧માં વપરાયેલા શબ્દ ‘લઈ જવું’નું તત્ત્વ ફરિયાદ પક્ષ દ્વારા સાબીત કરવામાં નથી આવ્યું, તેણીની વતુર્ણુક એક કોઈ સમજદાર યુવતીની જેવી જણાય, એપલેન્ટ ભોગ બનનાર યુવતીને ગામમાંથી ભગાડી જવા માટે જવાબદાર હોવાનું સાબીત થયું નથી, કામ ચલાવનાર અદાલતે ફોજદારી કામ ચાલતા દરમિયાન સાક્ષીઓના પુરાવાઓનું મુલ્યાંકન કરવાનું મુળભૂત સિદ્ધાંતોની અવગણના કરી હોવાનું જણાયું. અપીલ મંજૂર રાખવામાં આવી સજા રદ્દ કરી.

અપહરણ કેસમાં ભોગ બનનારની જુબાની પર કેસ નિર્ભર છે: એડવોકેટ કમલેશ શાહ

IMG 20190926 WA0026

કાયદાની જોગવાઈ પ્રમાણે ૧૮ વર્ષી ઓછી ઉંમરના સગીર બાળક કે બાળાનું ગુમ વાના કેસમાં પોલીસ પ્રમ ગુમ નોંધ પોલીસ દફતરે ફોર્મ ભરી નોંધ કરતા હોય છે ત્યારબાદ તપાસ શરૂ કરે છે. તપાસ દરમિયાન સગીર બાળક કે બાળકીનું અપહરણ થયું હોય તો તેની ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસે બનાવેલ કાગળો બાદ આ કેસ કોર્ટમાં શરૂ થાય ત્યારે ભોગ બનનારની જુબાની પર કેસ નિર્ભર હોય છે. સગીરાને બગાડી જવાના કેટલાક બનાવમાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હોય ત્યારે સગીરા પોતાના પ્રેમી તરફની પણ જુબાની આપે છે. પરંતુ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સગીરાની જુબાની ધ્યાને રાખી કોર્ટ આગળની કાર્યવાહી કરે છે. પોકસોના કેસમાં સરકાર દ્વારા ભોગ બનનારને સરકારી વકીલની સવલત ફ્રી આપવામાં આવતી હોય છે અને હાલ ભોગ બનનારને મહિલા ક્ધસીલેટર સેવા પણ ફ્રી આપવામાં આવે છે. મહિલા ક્નસીલેટરો માનદ સેવા આપે છે. મહિલા ક્ધસીલેટર દ્વારા ભોગ બનનારને કેસ અંગે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. હાલ કોર્ટમાં આવતા અપહરણ અને દુશ્કર્મના કેસમાં ભોગ બનનારની જુબાની મહત્વની હોય છે. ભોગ બનનાર કોર્ટમાં ફેરવી તોડે અને તેની સો કોઈ અપહરણ કે દુષ્કર્મનું બનાવ બન્યો ની તેમ જણાવે તો આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. આવા કેસ મોટાભાગે બન્નેની સંમતિથી બંધાયેલા સંબંધોમાં પરિવારજનોએ કે ભોગ બનનારે ફરિયાદ કરી હોય પરંતુ બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હોય ત્યારે ભોગ બનનાર પોતાની જુબાની કોર્ટમાં ફેરવી નાખી ત્યારે આરોપી પક્ષને લાભ થતો હોય છે.

કોઈપણ પુરાવાના સપોર્ટીંગ એવીડન્સ મળ્યે આખી સાંકળ ગુાવી જોઈએ, સગીરાની જુબાની કેસમાં મહત્વની હોય છે: એડવોકેટ સુરેશ ફળદુ

IMG 20190925 WA0019

અપહરણના કેસમાં સગીરની સહમતી હોય થતો પણ ગુનો હોય છે. ૧૮ વર્ષી ઓછી ઉંમરના સગીરને પોતાના જીવનનું સારા-નરસાનું ભાન ની હોતું. જ્યારે સગીરને કોઈપણ પ્રકારના લોભ-લાલચ આપી અને તેને વાલીપણામાંથી લઈ જવાય એટલે ૩૬૬ થાય લઈ ગયા તેની સાથે શારીરિક સંબંધ બાંધી મુકી ગયા હોય અવા સંબંધ ન બાંધ્યો હોય તો પણ ગુનો બને છે. દા.ત. હું કોઈ વસ્તુની ચોરી કરું પરત આપી દઉ અને કહું કે, મારાી ભુલી ચોરી થઈ ગઈ છે આ પરત આપું છું તો પણ ગુનો બને છે એમ સગીરને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી ભગાડી જવું એ ગુનો બને છે. સગીરની સહમતીથી થયેલું કૃત્ય પણ ગુનો બને છે. સગીર હોય માવતરના ઘરેથી જતી રહે ગુનો દાખલ કરાવે છે. તપાસના અંતે પોલીસને એવું લાગે કે, સગીર સો આવું કોઈપણ પ્રકારનું કૃત્ય થયું નથી અને ફરિયાદ ખોટી નોંધાઈ છે તો કોર્ટમાં રિપોર્ટ કરીને સમરી ભરી શકે છે. હાઈકોર્ટમાં એક હેબીયર્સ કોપર્સનો કેસ સામે આવ્યો હતો. ભોગ બનનાર સગીર હતી. અપહરણના કેસમાં સગીરને કોર્ટે પુછયું કે માતા-પિતા સો રહેવું છે કે નહીં ત્યારે ભોગ બનનારે સામાપક્ષે આરોપી સાથે રહેવાનું જણાવતા કોર્ટ પણ સગીરાના સ્ટેટમેન્ટને લક્ષે લઈ તેની પતિ સાથે જવા ઈચ્છુક હોય તો કોર્ટ રોકી શકતી નથી. કાયદામાં અલગ કરી શકે તેવી કોઈ જોગવાઈ નથી. સમગ્ર કેસમાં સગીરાની જુબાની મહત્વની હોય છે. તે જણાવે કે, તેની સાથે કોઈ બળજબરી નથી કરી, તેની સાથે કોઈ સંબંધ નથી બંધાયો આવું આખરી પુરાવા તરીકે કોર્ટમાં નિવેદન આપે તો ફરિયાદમાં કોઈપણ પ્રકારની હકીકત હોય, નિવેદન હોય પરંતુ સગીરાના આખરી નિવેદનને અદાલત પુરાવા તરીકે માન્ય રાખે છે અને આવા કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરે છે.  કોઈપણ ગુનામાં કોઈપણ પુરાવાના સપોટીંગ, એવીડન્સ મળવા જોઈએ અને આખી સાંકળ ગુંથાવવી જોઈએ ત્યારે આરોપીને સજા થતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.