ગોંડલના નાની બજાર વિસ્તારમાં આવેલી નાગર શેરીમાં રહેતા વિપ્ર પ્રૌઢને આપઘાતની ફરજ પાડનાર જુનાગઢના એચ.એચ. રોડવેઝના સંચાલીક પિતા-પુત્ર સામે ફરીયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના નાની બજાર વિસ્તારમાં આવેલી નાગર શેરીમાં રહેતા અલ્પેશભાઇ મનસુખભાઇ જાની નામના ૪૫ વર્ષીય વિપ્ર પ્રૌઢે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં મૃતકના પત્ની આશાબેન જાનીએ જુનાગઢ સ્થિત એચ.એચ. રોડવેઝના સંચાલક યુસુફ અને તેનો પુત્ર ઇશાદ સામે ફરીયાદ નોંધી પ્રાથમીક તપાસમાં મૃતક અલ્પેશભાઇ એચ.એચ. રોડવેઝમાં નોકરી કરતા તે દરમ્યાન તેઓએ પેઢીમાંથી ‚ા ૩.૫૦ લાખનો ઉપાડ કર્યો હતો તે રકમની ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા ઉઘરાણી કરતા આ પગલુ ભર્યા લીધાનું બહાર આવ્યું છે. વધુ તપાસ પી.એસ.આઇ. જે.બી. મીઠાપરા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરેલ છે.