ક્રિકેટમાં હવે ફૂટબોલની જેમ રેડ કાર્ડની એન્ટ્રી
ફૂટબોલમાં મેદાન પર ગેરસીસ્ત ભર્યું વર્તન કરનારા ખેલાડીને જેમ રેફરી રેડ કાર્ડ દેખાડીને હાંકી કાઢે છે તેમ હવે ક્રિકેટમાં મેદાન ઉપર અસીસ્તને લઈ ક્રિકેટરોને હાંકી કઢાશે કેમ કે, ક્રિકેટમાં હવે ફૂટબોલની જેમ રેડ કાર્ડની એન્ટ્રી થઈ ચૂકી છે. ફૂટબોલમાં રેફરી છે તેમ ક્રિકેટમાં અમ્પાયર ગેરસીસ્ત દાખવનારા ક્રિકેટરને રેડ કાર્ડ દેખાડીને પેવેલીયન ભેગા કરી દેશે. આટલું જ નહીં તેમના પર અમુક મેચ સુધી રેડ કાર્ડની જોગવાઈઓ મુજબ પ્રતિબંધ પણ લાગી શકે છે.મેદાન પર સીસ્ત જાળવવા માટે આઈસીસીએ અમ્પાયરની સત્તામાં વધારો કરવાની સાથે અન્ય કેટલાક ક્રાંતિકારી નિયમોને તા.૨૮મી સપ્ટેમ્બરને ગુ‚વારથી અમલી બનાવવાનો નિર્ણય લીધો છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય રેડ કાર્ડને લગતો છે. ફૂટબોલમાં રેડકાર્ડ બતાવીને રેફરી ગેરસીસ્ત કરનાર ખેલાડીને મેદાનની બહાર ધકેલી દે છે તે નવી વાત નથી પરંતુ હવે અમ્પાયર સ્ટેડિયમમાંથી એટલે ક્રિકેટના ગ્રાઉન્ડના દાયરામાંથી ખેલાડી અગર નિયમ ભંગ કરશે અથવા ગેરસીસ્ત કે ગેરવર્તન કરશે તો તેને મેદાનમાંથી પેવેલીયન ભેગા કરી દેવાની બિનશરતી અને અબાધીત અધિકાર ધરાવે છે.