૨૦૧૫ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેના પુર્વ કેપ્ટન બ્રેંડન ટેલરે અલવિદા કહ્યુ હતું. પરંતુ બે વર્ષ બાદ ફરી ઝિમ્બાબ્વે ક્રિકેટ એસોસિએશન સાથે બ્રેંડન ટેલરે નવા કરાર કર્યા છે. હવે ફરીથી ટેલર ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો નજરે આવશે. આ પહેલા ટેલર નોટિ ધમશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. પરંતુ પરિવારનો હવાલો આપીને તેણે આ ટીમ સાથેનો પોતાનો કરાર સમાપ્ત કર્યો હતો. ઝિમ્બાબ્વે ક્રિકેટે પણ ટેલરની ટીમ સાથે જોડાવા માટે ખુશી વ્યક્ત કરી હતી.
મિડિયા રિપોર્ટ મુજબ, ટેલર ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝની સાથે રમનાર બે ટેસ્ટ મેચની સિરિઝમાં પણ રમી શકશે. આ ૩૧ વર્ષનો ખેલાડી નેધરલેન્ડ, પાકિસ્તાન, આઇસીસી વર્લ્ડ કપ ક્વાલોફાયર અને દક્ષિણ આફ્રિકા સામે પણ બોક્ંિસગ ડે ટેસ્ટમાં રમતો જોવા મળશે. ઓસ્ટ્રોલિયા ન્યુઝીલેન્ડમાં રમાયેલ ૨૦૧૫ વર્લ્ડ કપ દરમિયાન બ્રેંડન ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇને બધાને આશ્ર્ચર્યમાં નાખી દીધા હતા. તેણે ભારત સામે વન-ડેમાં ૧૧૦ બોલમાં ૧૩૮ રનની શાનદાર પોતાની ઇનિગ્ંસ રમી હતી. છતા ઝિમ્બાબ્વેને આ ટીમમાં હારનો સામનો કરવો પડ્યો હતો.