શિક્ષણ સંસ્કૃતિ ટેકનોલોજી, તાલીમ, સામાજિક વિજ્ઞાન મુદ્દે
ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના મોઝામ્બિક યુનિવર્સિટી સાથે કરાર
જ્ઞાનને કોઈ સીમાડા હોતા નથી… રાજકોટની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ રિઉમાં યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક કરાર કરી એક નવો ઇતિહાસ આલેખ્યા છે પૂર્વ આફ્રિકા ની નામ્યુંલા મોઝામ્બિક ની રીઉમાં યુનિવર્સિટી સાથે શૈક્ષણિક વિકાસના કરારો કરવામાં આવ્યા છે
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સુત્રએ જણાવ્યું છે કે યુનિ,ના કુલપતિ પ્રોફેસર અમીબેન્ ઉપાધ્યાયના કુશળ નેતૃત્વમાં રીવુંમાં યુનિવર્સિટી સાથે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ “એમઓયુ” કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ કરાર માં માનવીય સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર સાયન્સ કોમર્સ મેનેજમેન્ટ ટીચર એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન જેવા શિક્ષણના વિવિધ આયામો સાથેના કાર્યક્રમો માં રીવુંમાં યુનિવર્સિટી સાથે મોઝામ્બિકના અભ્યાસ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી મદદરૂપ થશે.
આ કરારથી ગુજરાત રાજ્ય અને મોઝામ્બિક દેશ ની કલા સંસ્કૃતિ વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે અરસપરસના સંબંધો અને વ્યાપ વધશે સાથે સાથે બંને યુનિવર્સિટી એકબીજાની જરૂરિયાત પ્રમાણે એકબીજાને મદદરૂપ થશે, આ કરાર વિશે યુનિવર્સિટીના પ્રોફેસર અમીબેન ઉપાધ્યાય જણાવ્યું હતું કે આ કરાર બંને દેશની સામાજિક સંસ્કૃતિ આર્થિક અને વિજ્ઞાન ક્ષેત્રની ઉન્નતિ અને ઉત્કર્ષમાં મહત્વનું યોગદાન આપશે વિદેશ યુનિવર્સિટી સાથે કરાર કરનાર યુનિવર્સિટી તરીકે ગુજરાત ભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી નો શ્રેય પ્રાપ્ત કર્યો છે