રાજુલાના દેવકા ગામે આયોજિત ભાગવત સપ્તાહતા પાંચમા દિને ‘ગોવર્ધન ઉત્સવ’ ઉજવાયો
પૂજ્ય ભાઈશ્રી. રમેશભાઈ ઓઝાના વ્યાસ પીઠે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહનાં પાંચમા દિવસે ગોવર્ધન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો વિશેષ રૂપમાં પૂજ્ય ભાઇશ્રી એ કથામાં જણાવ્યું હતું કે ,આપણા ગામડાઓમાં આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો યસ ગામડાના લોકો ઉપર જશે અને સંસ્કારો પણ જીવંત રાખ્યાં છે આજે ગામડાઓમાં વ્યસનથી દૂર રહ્યા છે ગામડાનો અપાર સંસ્કૃતિ અને વડીલો પ્રત્યે ખૂબ જ માન મોભો આદરભાવથી રાખે છે.ગામડાના લોકો હજી બ્રાહ્મણો ભૂદેવો પ્રત્યે માન-સન્માન મોભો રાખે છે અને દાદા તરીકે બોલાવે છે એ ગામડાની સંસ્કૃતિ માન અપાર પ્રેમ જોવા મળે છે . તેમજ ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણના બાળ પ્રસંગો પણ ખૂબ જ રસપ્રદ વાણીમાં રજુ કરેલ હતો . તેમજ આજની કથા દરમિયાન રાજકારણમાં પણ સારા લોકો આવે અને રાજકારણમાં શુદ્ધિ લાવે તેવું ટકોર પૂજ્ય ભાઈશ્રી કરેલ હતી.
શ્રીમદ ભાગવત સપ્તાહ મા જાણીતા લોકગાયક નિરંજન પંડ્યા એ રાસમાં સૂર પુરાવી આહિર યુવાનો દ્વાર શ્રીકૃષ્ણને રાસ લઈ લોકોને મુગ્ધ કર્યા હતા ભાગવત સપ્તાહ મહા આરતીનો લાભ મીઠાભાઇ લાખણોત્રા તથા ડી. એન ગોયાણી પરિવાર માણ્યો હતો અને અન્નકૂટ દર્શન કાર્યક્રમકરવામાં આવ્યો હતો તેમજ આજે રાત્રિના 8. થી 11 લોકસાહિત્ય કાર્યક્રમમાં દેવરાજભાઈ ગઢવી ઉપલેટા વાળા તથા ભોળાભાઈ આહીર જમાવટ કરશે આ અવસરે મીઠાભાઇ લાખણોત્રા તથા દુલાભાઈ વાવડીયા ધારાસભ્ય અમરીશભાઈ ડેર, સોનગઢ જગ્યાના જીણારામ બાપુ, અમરદાસબાપુ નિંગાળા અલ્ટ્રાટેકના લેન્ડ વિભાગના ભરતભાઈ પટેલ, તથા મેનેજર દિનેશ કુમાર પાંડે જાણીતા ભજનિક નિરંજન પંડ્યા કરસનભાઈ દેવકા વાળા તથા બાબુભાઈ કાગ શ્રીજી કાર ભાઈ તથા બાબુભાઈ રામ કવિ શશીભાઇ રાજગુરુ ભરતભાઈ સાવલિયા, ડી એસ ગોયાણી, ગૌતમ ભાઈ ઓઝા, હાર્દિકભાઈ જોશી, રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ ધાખડા પત્રકાર કનુભાઈ વરુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.