મોરબ-વાંકાનેર હાઇવે પર ટ્રકે એક્ટિવાને હડફેટે લેતા 3 યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ગત મધ રાતથી એકધારો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર વર્ષા થવા પામી છે. આજે સવારથી કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબીનો મચ્છુ-૨ ડેમ ઓવરફલો થતા સાહેલાણીઓ જોવા ઉમટતા હોય છે. ત્યારે ડેમનો ઓવરફલો થયેલ જોવા જતા ત્રિપલ સવારી એકટીવાને ટ્રકે ઠોકર મારી હતી.
બનાવની જાણવા મળતી વિગત અનુસાર ઈજાગ્રસ્ત વિવેકસિંહ સત્યેન્દ્રસિંહ બઘેરાની પોલીસ ફરિયાદ એવી હતી કે, બપોરના સમયે વિવેકસિંહ, નુરઅલી અબ્દુલ રહીમભાઇ શેખ અને સિરાજ અહેમદભાઇ પઠાણ આ ત્રણેય જણા એકટીવા મો.સા રજી નં. જીજે ૦૩ એચસી ૦૯૪૧ વાળું એક્ટિથય વા લઈને મચ્છુ-૨ ડેમ જોવા જતા હતા.
તે દરમિયાન લાલપર ગામ નજીક સર્વિસ રોડ ઉપર સામેથી ટ્રક ડમ્પર નં. gj 15 uu 01904ના ચાલકે ટ્રક ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડમાં ચલાવી એક્ટિવાને હડફેટે લેતા વિવેકસિંહને ડાબા હાથમાં ઇજા અને ડાબા પગમાં ઢીચણના ઉપરના ભાગે ફ્રેક્ચર થયું હતું. નુરઅલીને શરીરે સામાન્ય તથા ડાબા હાથે ગંભીર ઇજા થઈ હતી અને સિરાજને માથાના ભાગે મુંઢ ઇજા કરીને ટ્રક ચાલક ટ્રક ડમ્પર ત્યાં મુકીને નાસી ગયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.