DGP દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ર, સોશિયલ મીડિયાની આચારસંહિતા 2023 જાહેર
સોશિયલ મીડિયામાં અનેક લોકો વિડીયો મૂકીને પ્રખ્યાત થયા છે. અને તેને બહોળા પ્રમાણમા ચાહક વર્ગ પણ મળી રહે છે. તેવા સમયે લોકો પોતાની ફરજના સમયે એન યુનિફોર્મ સાથે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો મૂકે છે. પરંતુ એ નિયમોની વિરુધ્ધ છે. અને આ બાબતે અનેક વાર ટકોર પણ કરવામાં આવી છે. પરંતુ કોઈ સુધારો ના જાણતા ગુજરાત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ગાઈડલાઇન અંતર્ગત જે પોલીસ કર્મીઓ આ આચારસંહિતાનો ભાગ કરે છે તેની સામે યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત ઓલિસના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાની આચારસંહિતા 2023 જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને જે પોલીસકર્મી આ ગાઈડલાઈનનો ભંગ કરશે તેવા પોલીસકર્મી વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. DGP દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર બાદ પોલીસ ઉનિફોર્મમાં રિલ બનાવી કે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્તા પોઈલીસકર્મી સામે કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ પરિપત્ર જાહેર થતાં આ સંદર્ભે 4 PSI અને 13 કોન્સ્ટેબલ વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે