ભારતીય યુવાનો વિદેશગમન તરફ આગળ વળી રહ્યા છે. યુવાનોમાં વિદેશી ભૌતિક સુખ સુવિધાઓના કારણે તેમજ વિદેશમાં મળતી સ્વતંત્રતાના કારણે તેમને વિદેશ જવાનું ઘેલું ચડ્યું છે. ક્યાકને ક્યાક યુવાનોને જે કાઈ જોઈ છે તેનો અભાવ અહીની સંસ્કૃતિમા મહેસુસ કરી રહ્યા છે જેના કારણે તેઓ વિદેશગમન તરફ આગળ વધી રહ્યા છે.
મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોકાવનારા તારણો સામે આવ્યા છે તમને ક્યાં દેશની સ્ત્રીઓ સૌથી વધુ સ્વતંત્ર હોય છે તેવું લાગે છે.? તેના જવાબમાં 27.50% લોકોએ અમેરિકા કહ્યું, 39.20% લોકોએ કોરિયા જણાવ્યું, 7.20% લોકોએ ભારત કહ્યું, 14.10% ઓસ્ટ્રેલીયા, 9.00% લોકોએ કેનેડા અને 3% એ દુબઈ જણાવ્યું.
તમને કઈ સંસ્કૃતિ સૌથી વધારે પસંદ છે? આ પ્રશ્નના જવાબમાં 55.70% લોકોએ પાશ્ચાત્ય સંસ્કૃતિ કહ્યું અને 44.30% લોકોએ ભારતીય સંસ્કૃતિ કહ્યું. ભારતીય શિક્ષણ અને વિદેશી શિક્ષણમાંથી કયું શિક્ષણ શ્રેષ્ઠ તમને લાગે છે? આ પ્રશ્નના જવાબમાં 56.70% વિદેશી શિક્ષણ અને 43.30% ભારતીય શિક્ષણ લોકોએ કહ્યું.
મનોવિજ્ઞાન ભવનમા આવતા કિસ્સાઓ અને તેમના મળેલા જવાબોના આધારે એવું જાણવા મળ્યું છે કે ખાસ કરીને યુવાનોમાં વિદેશી સંસ્કૃતિના ગીતો, નૃત્યો અને ખોરાકો પ્રત્યે વધારે અનુકુળતા ધરાવે છે. સૌથી વધારે જે દેશ પ્રત્યે યુવાનો માં ઘેલું છે તે દેશ છે કોરીયા. લોકડાઉન દરમિયાન જાણવા મળ્યું કે સૌથી વધારે જે દેશ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરવામાં આવ્યું તે કોરીયા છે. લોકોમાં કોરિયન સંસ્કૃતિ પ્રત્યે મોહ વધતો જાય છે. ખાસ કરીને કોરિયન કલ્ચરમાં લોકડાઉન દરમિયાન કે-ડ્રામા, કે-પોપ અને કે-મૂવીઝની લોકપ્રિયતા અને વપરાશ વધ્યો છે. કે-નાટકો, કે-પોપ, કે-બ્યુટી અને કે-ભોજનથી માંડીને કોરિયન ભાષા પ્રત્યે ભારતમાં કોરિયન પ્રત્યે ઈન્ટરેસ્ટ વધી રહ્યો છે.
વિદેશ જવાનું વળગણ વિદેશી અને પશ્ચિમ સંસ્કૃતિ હોઈ શકે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં આંતરિક સુખની વાત કરવામાં આવી છે. અને આંતરીક સુખ શાંતીને પ્રાપ્ત કરવા માટે વિવિધ પધ્ધતિ જેવી કે યોગા, ધ્યાન વગેરેનો અભ્યાસ કરવો પડે છે. જ્યારે પશ્ચિમ સંસ્કૃતિ ભૌતિકવાદની વાત કરે છે જેના માટે બાહ્ય વસ્તુઓ જ મહત્વપૂર્ણ છે તે આંતરિક સુખની વાત કરતા નથી. આંતરિક સુખ અને આંનંદ મેળવવામાં સમય લાગે છે અને યુવાનો આ સમયને વેડફવા માંગતા નથી પરિણામે તેઓ વિદેશગમન તરફ આગળ વધી રહ્યાં છે.
સાથે સાથે જે વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમોની અસર પણ ખુબ જોવા મળી રહી છે. પ્રચાર પ્રસાર માધ્યમમાં વિદેશી સંસ્કૃતિની વાતો જે શણગાર કરીને રજુ કરવામાં આવે છે તેના કારણે પણ લોકોને ખાસ યુવા વર્ગ આપણી સંસ્કૃતિથી વિમુખ થવાનો ભય છે.