પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાની મહેનત ફળી
પ્રયાસ દ્વારા બનાવવામાં આવતી ગોબર ની મૂર્તિઓની સ્થાપના માટે અનેક આયોજકો તત્પર
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધતા જતા ગણપતિ મહોત્સવના આયોજનો વચ્ચે પ્લાસ્ટર ઓફ પેરિસ સહિતની પર્યાવરણ માટે જોખમી મૂર્તિઓની જગ્યાએ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી અને ગોબર માંથી બનેલ
ગણપતિ દાદાની મૂર્તિઓ નું ચલણ વધારવા માટે રાજકોટની મનોદિવ્યાગો ના વિકાસ માટે 2008 થી આનંદ બંગલા માં સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ ના જુના મકાનમાં કાર્યરત “પ્રયાસ પેરેન્ટ્સ એસોસિયેશન “દ્વારા મનો દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે સફળતાપૂર્વક વધી રહ્યું છે .
અબતક સાથેની વાતચીતમાં પૂજાબેન પટેલે એ જણાવ્યું અમારી સંસ્થા એ ચાર વર્ષ પહેલા મનોદિવ્યાંગ બાળકો દ્વારા ગાયના ગોબર માંથી ગણપતિ દાદાની પ્રતિમાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. હવે અમારા આ પ્રયાસ ને સમાજે વ્યાપક પ્રમાણમાં સ્વીકારી લીધું હોય તેમ અનેક સંસ્થાઓ માં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું ચલણ વધતું જાય છે એ અમારા પર્યાશો ની ખરા અર્થમાં સફળતા ગણાય.
મનો દિવ્યાંગ બાળક પરિવાર માટે અભિશાપ નહીં પણ સમાજ માટે “આશીર્વાદરૂપ” બની શકે છે, રાજકોટમાં મનો દિવ્યાંગ બાળકો ને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે 2008 થી કાર્યરત “પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન” ’ ના પૂજાબેન પટેલ ભાસ્કરભાઈ પારેખ જયંતીભાઈ સરધારા હરેશભાઈ વિઠલાણી જવાહરભાઈ મોરી દીપકભાઈ પરમાર દ્વારા સંસ્થાના 16 વર્ષથી ઉપરના દિવ્યાંગ બાળકોને માર્ગદર્શન આપીને ગાયના ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનો સર્જન કરવામાં આવે છે. ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા ની ગૌશાળા માંથી કાચી સામગ્રી મળે છે બે વર્ષ પહેલા 1000 પ્રતિમાઓ બનાવવામાં આવી હતી હવે વ્યાપક પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું ચલણ વધતા આ વખતે સંસ્થા દ્વારા 500 પ્રતિમાઓ બનાવવામાં આવી છે સંસ્થામાં 230 મનો દિવ્યાંગ નું જતન કરવામાં આવે છે. હવે દિવસે દિવસે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધી રહ્યું છે તેને જ પોતાની સફળતા ગણાવી પૂજાબેન પટેલે લોકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું સ્થાપન કરવા અપીલ કરી છે
સંસ્થામાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ અપાય છે:પૂજાબેન પટેલ
પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના પ્રમુખ પૂજાબેન પટેલે જણાવ્યું કે પ્રયાસ પેરેન્ટ સંસ્થામાં 230 જેટલા મનોદિવ્યાંગ બાળકોને અભ્યાસ કરવામાં આવે છે.સાથોસાથ તેમને રોજિંદા જીવનમાં જીવવાની તમામ તાલીમ પૂરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે મનોદિવ્યાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ત્યારે ગણેશ ચતુર્થી આવી રહી છે તે નિમિત્તે અમારા મનો દિવ્યાંગ બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવે છે ગયા વર્ષે 1 હજાર જેટલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યા હતા. આ વખતે પણ ઓર્ડર મુજબના અમે ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવી આપી રહ્યા છીએ.રોજના 50 જેટલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવે છે.પાંચ ઇંચ થી એક ફૂટ સુધીના ગણપતિ બનવામાં આવે છે.ઇકો ફ્રેન્ડલી ગણપતિની રૂ.30 થી રૂ.150 સુધીની કિંમત છે.