- ‘કોઈને બચાવવા માટે પહેલા પોતે સક્ષમ હોવું જરૂરી’
- કંડલા પોર્ટની રમુજભરી ઘટના: સદનશીબે કોઈ જાનહાની ન થતા હાશકારો
અબતક
જાવેદ સમા, ભુજ
કંડલા પોર્ટ ખાતે એક રમુજભરી ઘટના સર્જાય હતી જે મહત્વનો સંદેશો આપતી ગઈ છે કે, કોઈને બચાવવા માટે પહેલા પોતે સક્ષમ હોવું જરૂરી છે. આ ઘટના એવી હતી કે એક ક્રેન બાર્જને ખેંચવા ગઈ હતી પરંતુ બાર્જે ક્રેનને જ ખેંચી લીધી હતી.
કંડલામાં જહાજમાંથી લોડીંગની પ્રક્રિયાને પુર્ણ કરવા માટે સેટ થવા માટે પ્રત્યનશીલ ક્રેનનું ક્લચ કામ ન કરતા તે સમુદ્ર તરફ વળ્યું હતું અને ત્યાં રહેજા બાર્જ પર પડ્યું હતું સદભાગ્યે ઘટનામાં કોઇને ઈજા પહોંચી નહતી અને અડધા કલાકમાંજ અન્ય ક્રેનની મદદથી તેને ઉગારી લેવાઈ હતી પરંતુ આ ઘટનાની સંભવીત ગંભીરતાને ઓછી કરીને આંકવાના પ્રયાસ કરવામાં આવતા પ્રશ્નો પણ ઉભા થયા હતા.શુક્રવારના બપોરે ૧૨:૧૫ વાગ્યાના અરસામાં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ , કંડલા ખાતે ૯ નં . ની બર્થ પર રોનક નામક રીશી શીપીંગનું બાજે ઉભુ હતું . તો ત્યાં ક્રેન . જીજે ૧૨ એએન ૧૦૧૨ પણ તૈનાત હતી અને તેનું યોગ્ય પ્લેસમેન્ટ કરવા માટે તેને રીવર્સમાં લવાઈ રહી હતી.
દરમ્યાન અચાનક તેનું ક્લચ , બ્રેક કામ કરવાના બંધ થઈ જતા તેના પરથી ક્રેન ઓપરેટર સંતોષકુમારનો અંકુશ ચાલ્યો ગયો હતો અને ક્રેન રીવર્સમાં પાછળ ધકેલાઇને સમુદ્રમાં લાંગરેલા બાર્જ રોનકના કેબીન સાઈડમાં જઈ પડી હતી.
ઘટનામાં કોઇને ઈજા ન પહોંચી હોવાનું પોર્ટના સુત્રો જણાવી રહ્યા છે . તો અડધો કલાકના ગાળા બાદજ અન્ય ક્રેનની મદદથી પડી ગયેલી ક્રેનને કાઢી લેવાઈ હતી. સતત ધમધમતા અને દેશના નં . ૧ રહેતા પોર્ટ ડીપીટી , કંડલામાં આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ બની ચુકી છે , જો બાર્જ ત્યાંરે ત્યાં ન હોત અને ક્રેન સમુદ્રમાં પડી ગઈ હોત તો આ ઘટના કેટલી ગંભીર પરીણામ સર્જી શકત તેની ગંભીરતા દાખવવી જોઇએ તેવું તજજ્ઞોનું કહેવું છે દરમ્યાન તમામ ક્ષેત્રોમાં એક હથ્થુ સાશન ચલાવવાની હોડમાં લોકોની સુરક્ષા સલામતી અને ગુણવતા સાથે તો બાંધછોડ નથી કરાઈ રહી ને તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યા છે દીન દયાળ પોર્ટમાં નાના મોટા અકસ્માતો અવારનવાર થાય છે.