- પાલિકાની ટીમ રસ્તા પર રખડતાં ઢોરને પકડવા ટીમ સતત કાર્યરત
- ગાયોને પકડવા ગયેલી ટીમ સાથે માલધારીઓએ માથાકૂટ કરી
સુરતમાં પાલિકા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ટીમો સતત કામ કરે છે. આ ટીમો જેવા ઢોર પકડવા જાય કે સામે માલધારીઓ સાથે સતત તણખાં ઝરતાં હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં રખડતી ગાયોને પકડવા ગયેલી ટીમ સાથે માલધારીઓએ માથાકૂટ કરી હતી. સાથે ગાયોને પણ છોડાવી ગયા હતાં.
જેમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી પાલિકાની ટિમ સાથે માલધારીઓએ દાદાગીરી કરી હતી. કાપોદ્રા બ્રિઝ નીચેથી પાલિકાની ટીમે 2 રખડતી ગાયો પકડી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. સાથે જ માલધારીઓ દોરડા કાપી ગાયોને ભગાવી ગયા હતાં. ત્યારે પાલિકાની ટિમ દ્વારા આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામા આવી હતી. લાકડીઓ લઈને માલધારીઓ ગાયોને ભગાવીને લઈ ગયા હતાં. પાલિકાના કર્મચારીઓને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા હતાં. માલધારીઓની દાદાગીરીની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
ભાવેશ ઉપાધ્યાય