રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ, પ્રર્દશનમાં ડિવાઇન સ્કુલના બાળ વૈજ્ઞાનિકોનો પ્રોજેકટ રજુ
તાજેતરમાં જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીયવિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું યોજાયું હતું. તેમાં ધોળકીયા સ્કુલ્સ સંચાલીત ડિવાઇન સ્કુલના બાળવૈજ્ઞાનિક પંડયા કર્ષ અને જોષી હર્ષિલ નો પ્રોજેકટ રજુઆત પામ્યો હતો.
બાળવૈજ્ઞાનિકો કર્ષ અને હર્ષિલ દ્વારાગાયના છાણનો ઉપયોગ કરી એક નવીન પ્રકારની ચીપ તૈયાર કરવામાં આવી હતી જે મોબાઇલના હાનિકારક વિકિરણોની અસરકારકતા ઘટાડે છે. જેથી મોબાઇલ સાથે આ લગાડવામાં આવે તો મોબાઇલની આડઅસરથી બચી શકાય છે. આ પ્રોજેકટ નિહાળી ભારતના ખ્યાતનામ પર્યાવરણવિદ કાર્તિકેય સારાભાઇ તથા જીએસઇઆરટીના પ્રાચાર્ય ટી.એસ.જોશીએ બન્ને બાળકોને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.