પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ વિધાનસભા ગૃહમાં રાજયના ગૃહ અને કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પશુ સંરક્ષણ સુધારા વિધયેકમાં ગૌ હત્યા અને ગૌવંશ હત્યા કરનારા સામે દેશમાં સૌી કડક કાયદો લાવ્યા તે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં હતાં.
પંડયાએ જણાવ્યું હતું કે, ગાય એ દેશનું એકતા સુત્ર છે, ગાય એ દેશની સંસ્કૃતિનું પ્રતિક છે. ધર્મશા, સમાજ શા અને ર્અશાનો સુંદર સમન્વય એ ગૌમાતામાં જોવા મળે છે. ગાયએ શ્વેત ક્રાંતિ દ્વારા ર્અક્રાંતિનું પ્રતિક છે. ગૌ માતામાં પ્રેમ, કરૂણા અને શાંતિની અનૂભુતિ-દર્શન ાય છે. ગૌ સુરક્ષા અને ગૌ સંવર્ધન દેશના દરેક નાગરીકની ફરજ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં ગૌ હત્યા અને ગૌ વંશ હત્યા સામે દેશમાં સૌી કડકમાં કડક સજા આપીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે પ.પૂ.સંતો, સંસ્કૃતિ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી, જીવદયા પ્રેમી અને કરોડો દેશપ્રેમીઓની દિલની લાગણીઓને આ બીલમાં પ્રગટ કરી છે. તેમ ભરત પંડયાએ જણાવ્યું હતું.
પંડયાએ જણાવ્યું કે, ગૌ વંશની હત્યા કરનારને ૧૦ વર્ષની સજાી લઈને આજીન કેદ સુધીની સજાની જોગવાઈ સો ૧ લાખી ૫ લાખ સુધીનો દંડ શે. આ ગુનાને બિનજામીનપાત્ર ગણવામાં આવશે. ગૌ માંસની હેરફેર કરનારા વાહનોને જપ્ત કરીને કાયમી ધોરણે રાજય સરકાર હસ્તક કરી લેવાશે. પશુઓ કે માંસ માટે પરમીટ હોય તો પણ ગુજરાતમાં રાત્રિ દરમ્યાન હેરફેર કરી શકાશે નહીં.