આપણાં દેશમાં ત્રણ વર્ગના લોકો રહે છે નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ. ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે થતા નાણાકીય સંકટને કારણે મધ્યમ વર્ગના 20 કરોડ ભારતવાસીઓને અત્યંત તકલીફ ભોગવવી પડી હતી. અમેરિકાની PEW રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મધ્યમ વર્ગના લોકોની આશરે 10થી 20 ડોલર (આશરે 725થી 1450 રૂપિયા) દૈનિક આવક હતી. જેમાં 3 કરોડ 20 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. જે આ ઘટાડાને અને કોરોનને કોઈ સબંધ નથી.
કોરોના મહામારી પહેલા મધ્યમ વર્ગમાં ભારતીયોની સંખ્યા 990 મિલિયન હોવાનું માનવામાં આવતું હતું. PEW રિસર્ચ સેન્ટરએ આર્થિક વૃદ્ધિ અંગેના વર્લ્ડ બેંકના અંદાજને ટાંકીને કહ્યું કે,”ભારતમાં કોવિડ -19 મહામારી દરમિયાન, મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં વધારો અને ચીનની તુલનમાં ભારતમાં ગરીબીમાં પણ વૃદ્ધિ થશે એવું.”
ગયા વર્ષે જાન્યુઆરીમાં, વર્લ્ડ બેંકે ભારત અને ચીનના ઇકોનોમિક ગ્રોથના સમાન સ્તરનું અનુમાન લગાડવામાં આવ્યું હતું , જેમાં 2020 માં, 5.8% અને 5.9% આંકડો સામે આવ્યો હતો.
પરંતુ રોગચાળાના લગભગ એક વર્ષ પછી, વિશ્વ બેંકે વર્ષ 2021, જાન્યુઆરીમાં પોતાની આગાહીમાં સુધારો કર્યો હતો અને ભારતના ઇકોનોમિક ગ્રોથમાં 9.6%નો ઘટાડો અને ચીન માટે 2% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.