વેરાવળમાં ધુળેટીના દિવસે રંગોની રંગત માણી દરીયાની ખાડીમાં નહાવા પડેલા મામા-ફઈના બે ભાઈઓના ડુબી જવાથી મોત નિપજયાની ઘટના બનતા અરેરાટી પ્રસરી છે. આ ઘટનાથી વાલ્મિકી વાસ વિસ્તારમાં દુ:ખદ બનાવના પગલે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ધુળેટી પર્વે વેરાવળના વાલ્મિકી વાસમાં રહેતા બે મામા-ફઈના ભાઈઓ પરસોતમ દામજી પરમાર (ઉ.વ.૨૫), ઓમ પ્રવિણ સોલંકી (ઉ.વ.૧૫), રંગોની રંગત માણ્યા બાદ વાલ્મિકી વાસના પાછળના ભાગે આવેલા દરીયાની ખાડીમાં ન્હાવા ગયેલા હતા. દરમ્યાન બંને ભાઈઓ દરીયાઈ પાણીમાં અચાનક ડુબવા લાગતા ચીસસા ચીસ કરી રહેલ હતા. તે સમયે ત્યાં કિનારા પર હાજર લોકોએ તુરંત તંત્રને ઘટનાની જાણ કરી હતી.

જેના પગલે વાલ્મીકી સમાજના, ખારવા સમાજ સાગરપુ ફાઉન્ડેશનના આગેવાનો અને યુવાનો દરિયાકિનારે દોડી આવી બંનેને શોધવા કવાયત હાથધરી હતી. જેમાં પરસોતમ દામજી પરમાર મળી આવતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલો જયાં તેને મૃત જાહેર કરાયેલ હતો. જયારે લાપતા ઓમ સોલંકીનો મૃતદેહ મળી આવેલો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.