પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ.વૈભવબાપુ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી ઉપસ્થતિથી ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને: પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ર્ડા.દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમના પુત્ર, ક્રાઇમબ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સૌરાષ્ટ્ર ઝોનના હેડ અમીન જયસ્વાલ અને તેમાં ધર્મપત્ની શીખા જયસ્વાલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી, લાભુભાઈ ત્રિવેદી કોલેજના સંચાલક અલ્પનાબેન ત્રિવેદી, ખ્યાતનામ શેરબ્રોકર મિલનભાઈ મીઠાણી, ધારીથી કેતનભાઈ સોની અને નિતેશભાઈ ડોડીયાની પ્રેરક ઉપસ્થતિ
રંગીલા શહેર રાજકોટમાં નવરાત્રીની રોનક જામી ચૂકી છે ત્યારે માતાજીના ત્રીજા અને ચોથા નોરતે અબતક સુરભી રસોત્સવમાં ખેલૈયાઓ અને કલાકારો મન મૂકીને જુમ્યા હતા. રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના નંબર-1 રાસોત્સવ ‘અબતક સુરભી’ના આંગણે રોજ મોંધરા મહેમાનોની વિશેષ ઉપસ્થતિએ રાસવીરોના ઉત્સાહમાં વધારો કરી રહી છે. નવરાત્રિ મઘ્યાહને ભારે જમાવટ થઇ રહી છે. નામી સીંગર અને વર્લ્ડ કલાસ ઓરકેસ્ટાથી માહોલ વધુ રંગીન બની રહ્યો છે.પાંચમા નોરતે ‘અબતક સુરિભી’ રાસોત્સવમાં માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધું હતું.શનિવારે પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ.વૈભવબાપુ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા.તેઓની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર આયોજનને ચાર ચાંદ લાગી ગયા હતા. ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમના પુત્ર, ક્રાઇમબ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સૌરાષ્ટ્ર ઝોનના હેડ અમીન જયસ્વાલ અને તેમાં ધર્મપત્ની શીખા જયસ્વાલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી, લાભુભાઈ ત્રિવેદી કોલેજના સંચાલક અલ્પનાબેન ત્રિવેદી, ખ્યાતનામ એડવોકેટ મિલનભાઈ મીઠાણી, જાણીતા બિલ્ડર કેતન સોની અને નિતેશભાઈ ડોડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા ત્રીજા-ચોથા દિવસે પણ અકબંધ રહી હતી હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી.શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે પ્રબુદ શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોસ્ત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પ્રખ્યાત બોલીવુડ ફ્રેમ કલાકારો સિક્યુરિટી બેઠક વ્યવસ્થા ખેલૈયાઓને મોકલું મેદાન અને ફૂડ ઝોન અને તપતા સુરજ જેવી રોશનીથી અબતક સુરભી ખેલૈયાઓ માટે મનગમતું સ્થળ બની રહ્યું છે. શનિ-રવિવારે અબ તક સુરભી રાસ્તોત્સવ ખીલી ઉઠયું હતું.
હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીએ માતાજીના ડાકલા ગાઈ ખેલૈયાઓમાં જગાડ્યું જોમ
રાજકોટનું હ્રદય ગણાતા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના અવ્વલ નંબર આવતા એવા ‘અબતક સુરભી રાસોત્સવ’ માં ખેલૈયાઓ ત્રીજા અને ચોથા નોરતે ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આંખના પલકારમાં ગ્રાઉન્ડમાં ખેલૈયાને જામવડો જમાવડો થઇ ગયો હતો. ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીથી છબી ઉઠયું હતું સિંગર હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીના રંગમાં ખેલૈયાઓ રંગાય ગયા હતા.સાજિંદાઓની એક એક અદાપર લોકો ફિદા થઇ ગયા હતા.પ્રીત ગોસ્વામીના એન્કરીંગે ગરબા પ્રેમીઓ માટે ખરા અર્થમાં પ્રીત બની ગયું હતું. તેમજ ગાયકોએ ‘ડાકલા’ ગાઇને ગરબા રસીકોને મોહી લીધા હતા.ખેલૈયાઓ સતત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલા પ્રદર્શીત કરનારા ખેલૈયાને પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે નવાજવામાં આવ્યા હતા.