પ્રોહીબીશનના ગુનામાં નિર્દોષ છૂટ્યા બાદ મજૂર અદાલતમાં પી.જી.વી.સી.એલ.ના હુકમને પડકાયો’તો
પી.જી.વી.સી.એલ. ભુજ દ્વારા પ્રોહીબીશન એક્ટ તેમજ અન્ય તહોમતો સબબ કર્મચારીને કરવામાં આવેલ બે વાર્ષિક ઇજાફા બંધ કરવાની સજા યોગ્ય ઠરાવવાનો ઓદ્યોગિક અદાલત રાજકોટ દ્વારા હુકમ કર્યો છે. પીજીવીસીએલ કચેરી ભુજ-કચ્છમાં ફરજ બજાવતા બી.એમ. વ્યાસ દયાપર પેટા વિભાગીય કચેરીમાં ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતાં.
પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરીયાદ થયેલી હોય તે અનુસંધાને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરી ચાર્જશીટ આપેલી અને ત્યારબાદ ફરીયાદ ખાતાકીય તપાસ કરી બે વાર્ષિક ઇજાફા બંધ કરવાની સજા કરેલા જે સજા વધુ પડતી હોય તેમજ પ્રોહીબીશનના ગુન્હામાંથી તેઓને ફોજદારી કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવેલ હોય જેથી સજાનો હુકમ રદ કરવા ઔદ્યોગીક અદાલત રાજકોટ સમક્ષ માંગ કરી છે.
પીજીવીસીએલ ભુજ તરફે મજુર કાયદાના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ એસ ગોગિયા દ્વારા લેખીત અને મૌખિક પુરાવાઓ તથા દલીલો અને ગુજરાત હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ રાખી એવી રજૂઆત કરેલી કે કર્મચારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવેલી જેમાં તેઓ સામે અલગ-અલગ આક્ષેપો પુરવાર થતા 4 ઇજાફા બંધ કરવાની સજા કરવામાં આવેલી અને ત્યારબાદ અપીલ થતા સજામાં ઘટાડો કરી બે વાર્ષિક ઇજાફા બંધ કરવાની સજા કરવામાં આવેલ.
કર્મચારીને કરવામાં આવેલી સજા યોગ્ય ઠરાવવા તેમજ કેસ રદ કરવા રજૂઆત કરેલી.બંને પક્ષોની દલીલો તેમજ રજૂ થયેલ પુરાવાઓ ધ્યાને લઇ ઔદ્યોગીક અદાલતના ન્યાયધીશ એવા તારણ પર આવેલા કે કર્મચારીએ દારૂનું સેવન કરી અસભ્ય વર્તન કરવા જેવા ગંભીર આક્ષેપો ખાતાકીય તપાસ દરમ્યાન સાબિત થયેલ હોય જેથી સંબંધીત કામદારને બે વાષિર્ર્ક ઇજાફા કાયમી ધોરણે બંધ કરવાની સજાનો હુકમ યોગ્ય હોય અને કામદારોની માંગ રદ કરી છે.
પીજીવીસીએલ વર્તળુક કચેરી ભુજ તરફે રાજકોટના જાણીતા મજુર કાયદાના નિષ્ણાંત એડવોકેટ અનિલ.એસ.ગોગિયા, પ્રકાશ.એસ.ગોગિયા અને સીન્ધુબેન.એસ.ગોગિયા એડવોકેટ રોકાયેલ હતાં.