પાંચ જજોની ખંડપીઠ દ્વારા અપાયેલો પડકારજનક ચુકાદો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુઘ્ધ ભ્રષ્ટાચાર અંગેના આરોપસર ૨૮ જુલાઈએ સુપ્રીમમાં પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના માટે મુશ્કેલીઓનો દોર યથાવત રહ્યો હતો. ગત અઠવાડિયે તપાસ સમિતિને તેમના વિરુઘ્ધ ચાર પુરાવાઓ મળ્યા બાદ તેને કોર્ટમાં રજુ કરાયા બાદ નવાઝ અને તેના પરિવારને પાકિસ્તાન કોર્ટે ગઈકાલે સમન્સ પાઠવતા સમગ્ર પાકિસ્તાનમાં ચકચાર મચી જવા પામી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી ઈસ્લામાબાદમાં આવેલ કોર્ટ દ્વારા ગઈકાલે નવાઝ શરીફ અને તેના પરિવારજનોમાં તેના પુત્ર હુસેન અને હસનને ૧૯ સપ્ટેમ્બરના નેશનલ એકાઉન્ટ બ્યુરો દ્વારા ફાઈલ કરવામાં આવેલ કેસ સબબ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. શરીફના પુત્રોની ઓફ શોર કંપની દ્વારા ફલેગશીપમાં ગેરકાયદેસર રોકાણો થયા હોવાનું સાબિત થયું હોય કોર્ટ દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું હતું અને તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.આ અંગે મળેલ વધુ વિગતો મુજબ ભ્રષ્ટાચાર વિરુઘ્ધ તપાસ કરી રહેલી સમિતિને શરીફ અને તેની જેમ જ નાણામંત્રી ઈશાકદરના વિરોધમાં ૨૮ જુલાઈના પનામા પેપર કેસના ચુકાદામાં દોષિત હોવાની ચાર પુરાવાઓ મળ્યા હતા. જેના માટે ગત અઠવાડિયે ફાઈલ રજુ કરવામાં આવી હતી. જયારે કોર્ટ દ્વારા તેના બે પુરાવો ૧૪ સપ્ટેમ્બરે ફરીથી નેશનલ એકાઉન્ટ બ્યુરોને રજુ કરવામાં આવ્યા હતા. પુરતા આધાર અને પુરાવાઓ હોવા છતાં બ્યુરોની દિશા સુચન સિવાય પગલા ભરી શકાય નહીં.ગઈકાલે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જેમાં જસ્ટીસ આસીફ સહીદ ખોસાએ સુનાવણીમાં બે વ્યકિતગત સુચનો સામેલ કર્યા હતા અને પીટીશન ફાઈલ કરી નવાઝ શરીફના પરિવારને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પાંચ જજોની આ ખંડપીઠમાં ત્રણ જજો એપેક્ષ કોર્ટના હતા. જેમણે સંયુકત રીતે આ પડકારજનક ચુકાદો આપ્યો હતો.