પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાષણો આપી અરાજકતા ફેલાવવા અને સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવું રાજદ્રોહનો ગુનો બને છે- અમદાવાદ સેશન્સ કોર્ટ
સુરત સેશન્સ કોર્ટે પણ ડીસ્ચાર્જની અરજી ફગાવી
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ડીસ્ચાર્જની અરજી ફગાવી દીધી છે. હાર્દિક પટેલના છૂટકારામાં કોર્ટે નનૈયો કર્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન બુધવારે સેશન્સ કોર્ટે મહત્વના ચૂકાદો જાહેર કર્યો હતો.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપી અરાજકતા ફેલાવવાના રાજદ્રોહના કેસમાં હાર્દિક ફસાયેલો છે. આ કેસમાંથી છૂટકારો મેળવવા હાર્દિકે ડીસ્ચાર્જ અરજી કરી હતી. અરજીની દલીલો બાદ સેશન્સ કોર્ટના જર્જ દિલીપ પી. મહિડાએ અરજીને ફગાવી દીધી હતી. અને આરોપી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા તેમજ ચિરાગ પટેલ સામે ૨૧ માર્ચે તહોમતનામું ઘડવાનો પણ આદેશ કોર્ટે કર્યો છે. અને હાર્દિક પટેલ વિ‚ધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવા પોલીસને જણાવ્યું છે.
સેશન્સ કોર્ટે નોંધ્યું છે કે સાક્ષીઓનાં નિવેદનો, આરોપીઓના ભાષણો અને સહ આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતનો પૂરાવા જોતા તેમણે પૂર્વ આયોજીત કાવત‚ રચી તંગદીલી અને અરાજકતા ફેલાય તેવા ગુનાહિત કૃત્ય કર્યા છે. આથી આ રાજદ્રોહનો કેસ બને છે.
જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૫માં ઉગ્ર બનેલા પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલે તંગદીલી મચાવી ભાષણો આપી અરાજકતા ફેલાવી સરકારી સંપતીને મોટાપાયે નુકશાન પહોચાડયું હતુ જેના પગલે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.
હાર્દિક પટેલના એડવોકેટ રફીક લોખંડવાલાએ કહ્યું હતુ કે તેઓ સેશન્સ કોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાશે અમદાવાદ ઉપરાંત, સુરતમાં પણ હાર્દિક વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. સુરત સેશન્સ કોર્ટે પણ રાજદ્રોહના કેસમાંથી હાર્દિકને છૂટકારો આપવાની ના કહી દીદી છે.