રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનાર તમામ ચેનલોને પણ નોટિસ ફટકારતું ચૂંટણીપંચ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની આચારસંહિતા ભંગ બદલ રાહુલ ગાંધી સામે ગુનો દાખલ કરવા ચૂંટણીપંચે આદેશ આપ્યો છે. ચૂંટણીપંચે રાહુલ ગાંધીને આ મામલે નોટિસ પણ મોકલી છે. ગુજરાતમાં બીજા તબકકાના મતદાનના ૪૮ કલાકની અંદર રાહુલ ગાંધીએ ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યું હતું અને આ ઈન્ટરવ્યુ નિયમનો ભંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચૂંટણીપંચે રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનાર તમામ ચેનલોને પણ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે.

કલમ ૧૨૬ (૩)ના ભંગ બદલ આ મામલો નોંધાયો છે. આ કલમ હેઠળ મતદાનના ૪૮ કલાક પહેલા મત ક્ષેત્રમાં પ્રચાર કરી શકાતો નથી. જો કે રાહુલ ગાંધીએ આપેલું ઈન્ટરવ્યું ચેનલોમાં પ્રસારીત થયું હોય. આ નિયમનો ભંગ ગણવામાં આવી રહ્યો છે.

આ મામલે ચૂંટણીપંચે ઈન્ટરવ્યુ કરનાર અને પ્રસારીત કરનારને પણ નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો છે. કોડ ઓફ ક્ધડકટના ભંગ બદલ ચૂંટણીપંચ વધુ પગલા લેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વધુ એકટીવ જણાયા છે. તેમણે છેક સુધી પ્રચાર-પ્રસાર કર્યો છે. આચારસંહિતા ભંગ બદલ તેમની સામે ફરિયાદ કરવાનો ચૂંટણીપંચે આદેશ આપતા રાહુલ ગાંધી સામે મુશ્કેલી વધી છે.

કોંગ્રેસે ઇલેક્શન કમિશન પર ડબલ સ્ટાન્ડર્ડનો આક્ષેપ કર્યો

રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવાના ચૂંટણીપંચના નિર્ણયથી કોંગ્રેસ ગિન્નાઈ ગઈ છે. ચૂંટણીપંચ વ્હાલા-દવલાની નીતિ અપનાવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ કર્યો છે. જો રાહુલ ગાંધી અને ટીવી ચેનલો પર ઈન્ટરવ્યું બાબતે ફરિયાદ દાખલ થઈ શકે તો વડાપ્રધાન, નાણાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના પ્રમુખ સામે કેમ નહીં તેવો પ્રશ્ર્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીએ ભાજપનો સીમ્બોલ દેખાડયો હતો પરંતુ ચૂંટણીપંચે પગલા ન લીધા હોવાનો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.