તાજેતરમાં કેન્દ્રીય કાયદા, ઈલેકટ્રોનીકસ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ગુજરાત સહિત ૭ સ્ળોએ કેન્દ્રીય ફોરેન્સીક લેબ સપવાની જાહેરાત કરી હતી. આ ફોરેન્સીક લેબ એટલી સક્ષમ હશે કે તે ઈલેકટ્રોનીકસ એવીડન્સને ઓોન્ટીકેશન આપી શકશે. પરિણામે આ પ્રકારની પુરાવા કોર્ટમાં પણ માન્ય રહી શકશે.
કેન્દ્રીય ફોરેન્સીક લેબની જાહેરાત સમયે મંત્રી રવિશંકરે કહ્યું હતું કે, સરકાર આધારકાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સને લીંકઅપ કરવા પ્લાનીંગ કરી રહી છે. તેમણે રાઈટ ઓફ પ્રાયવસી મામલે જણાવ્યું હતું કે, અમે રાઈટ ઓફ બ્રાયવસીનો આદર કરીએ છીએ. સરકાર રાઈટ ઓફ સ્પીચ અને પ્રાયવસીને ટેકો આપે છે. પરંતુ આ કાયદો કૌભાંડી અને આતંકીને રક્ષણ આપી શકે નહીં.
દેશમાં ફોરેન્સીક લેબોરેટરીના માધ્યમી અનેક ગુનાઓ ઉકેલવામાં મદદ મળી છે. ત્યારે અમદાવાદ ખાતે ૨૪મી ઓલ ઈન્ડિયા ફોરેન્સીક સાયન્સ કોન્ફરન્સ યોજાઈ ગઈ. જેમાં એફએસએલ, એમપી અને ડીએનએ સેમ્પલ બાબતે તી તપાસની ચર્ચા ઈ. આ કોન્ફરન્સમાં ઉકેલવામાં અઘરા હતા તેવા કેસની પોલીસ અધિકારીઓએ ચર્ચા કરી હતી.
તાજેતરમાં સીરીયલ રેપીસ્ટનું ડીએનએ એકઠુ કરી કઈ રીતે તપાસ ઈ તેની વિગતો પણ અપાઈ હતી. આ ઉપરાંત નેગેટીવ ફિગર પ્રિન્ટ, પોઝીટીવ રિઝર્ટ, વ્યાપનમાં ઓએમઆર સીટ ઉપર આંગળીની છાપ સહિતની બાબતોની અડચણો વિશે પણ વાતો ઈ. આ ઉપરાંત દેશમાં બનાવેલા હયિારોમાંથી છુટતી ગોળીઓનું સ્ટાન્ડર્ડ પણ કોન્ફરન્સનો મહત્વનો વિષય બની રહ્યો હતો.
એક તરફ ગુના સંશોધન માટે ફોરેન્સીક વિભાગનો મહત્વનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રકારની કોન્ફરન્સ દેશના ફોરેન્સીક વિશેષજ્ઞોને માહિતીના આદાન પ્રદાન માટે મહત્વની બની જાય છે. આ સો જ જો ઈલેકટ્રોનીકસ પુરાવાને ફોરેન્સીક લેબોરેટરીનું ઓેન્ટીકેશન મળે તો તે કોર્ટમાં પણ માન્ય ગણાય તે પ્રકારના મુદ્દા ફોરેન્સીક સાયન્સની મહત્વતા વધી ગઈ છે.