અદાલતના નિર્ણય બાદ રકમ ન ભરતા પકડ વોરંટ સાથે રજૂ કરતા બાકી રકમ ૧૫ દિ’માં ભરપાઈ કરી આપવાની ખાતરી
વીજબીલ નહીં ભરતા ગ્રાહક સામે પકડવાનું વોરંટ અદાલતે કાઢેલુ જે વોરંટના આધારે હલેન્ડાના લાલજીભાઈને પકડી અદાલત સમક્ષ રજૂ કરતા અદાલતે સીવીલ જેલમાં મોકલવાનો હુકમ કરતા તુરંત રૂ૨૦ હજારનો ભરપાઈ કરી બાકીના રકમ ૧૫ દિવસમાં ભરપાઈ કરી આપવાની ખાત્રી આપતા જેલમાં મોકલવાનું મોકુફ રાખતી અદાલત.
વધુ વિગત મુજબ હલેન્ડા ગામે રહેતા લાલજીભાઈ અરજણભાઈ દેલવાડીયા પી.જી.વી.સી.એલ. પાસે કાયદેસરનું વીજ કનેકશન મેળવેલું હતું. વીજળીનો વીજ વપરાશ કરી રૂ.૩૯,૭૮૧ વીજ વપરાશ કર્યા બાદ તે રકમ ભરપાઈ કરેલી ન હતી. જેથી પી.જી.વી.સી.એલ.એ લાલજીભાઈ દેરવાડીયા વિરુધ્ધ દાવો દાખલ કરેલો. અદાલતને દાવો મંજૂર કરેલો તેમ છતાં રકમ નહીં ભરવા વીજ કંપનીએ લાલજીભાઈ દેરવાડીયા વિરુધ્ધ વસુલાતની કાર્યવાહી કરેલી જેમાં અદાલતે દાવાની રકમ તથા રૂ.૧૦,૫૧૫ વ્યાજ મળી રૂ૫૬,૩૨૧ રકમનો આરોપી વિરુધ્ધ ધરપકડનું વોરંટ કાઢેલું. જેના આધારે હલેન્ડાથી સરધાર સબ-ડીવીઝનના નાયબ ઈજનેર તથા સ્ટાફે અને સીવીલ કોર્ટના બેલીફે તેઓને પકડી અદાલતમાં રજૂ કરતા અદાલતે તેને સીવીલ જેલમાં મોકલવાના હુકમ કરતા તાત્કાલીક રૂ.૨૦ હજાર જમા કરાવી બાકીની રકમ આશરે દિવસ ૨૦માં ભરપાઈ કરવાની ખાતરી આપી છે. આ કામમાં પી.જી.વી.સી.એલ. વતી ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા હતા.