ફરિયાદી અને આરોપી જૂથ ધારદાર છરી અને કાતર જેવા ઘાતક હથિયાર સાથે આમને સામને આવી જતા નાસભાગ મચી ગઇ
લોહીયાળ ઘટના બને તે પહેલાં પોલીસે બંને પક્ષના શખ્સોની અટકાયત કરી મામલો થાળે પાડયો
હત્યા કેસની સુનાવણી તાકીદે પુરી કરવા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાળવવા ડીસ્ટ્રીક જજનો આદેશ
જંગલેશ્વરમાં અઢી વર્ષ પહેલાં થયેલી હત્યામાં સંડોવાયેલા રજાક જામનગરીના પુત્રને સજાના ભયથી બચાવવા હીન પ્રયાસ
શહેરના જંગલેશ્વરના યુવાનની કોઠારિયા રોડ પર અઢી વર્ષ પહેલાં થયેલી હત્યા કેસની સુનાવણી દરમિયાન મહ્ત્વના સાહેદની જુબાની અટકાવવાના ઇરાદા સાથે કોર્ટ કમ્પાઉનમાં બંને પક્ષે થયેલી બઘડાટી અને આંખમાં મરચુ છાંટવાની ઘટનાના પગલે નાસભાગ મચી ગઇ હતી.
છોકરીના પ્રશ્ને જંગલેશ્વરના યુનુસ કરીમ નામના યુવાનની રજાક જામનગરીના પુત્ર ફારૂકે ગત તા.૧૭-૮-૧૬ના રોજ કોઠારિયા રોડ પર કરેલી હત્યાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી શરૂ થતાં મુસ્લિમ સમાજ દ્વારા બંને પક્ષે સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ સમાધાન શકય ન બનતા અદાલતમાં જુબાની લેવાની શરૂ થઇ હતી. હત્યા કેસના મહત્વના સાહેદની જુબાની બાદ પોતાના પુત્રને સજા થાય તેમ જણાત રજાક જામનગરી કારસો રચી મહત્વના સાહેદનો કોર્ટમાં આવતો અટકાવવા પ્રયાસ કરાયાના આક્ષેપ થઇ રહ્યા છે. જ્યારે સામાપક્ષે હત્યાનો બદલો લેવા પિતા-પુત્ર પર આંખમાં મરચુ છાટી તિક્ષ્ણ હથિયારથી હુમલો થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા અઢી વર્ષથી જેલમાં રહેલા ફારૂક રજાક જામનગરીને પોલીસના બંદોબસ્ત સાથે કોર્ટ ૪ મુદતે લાવવામાં આવ્યો ત્યારે રજાક જામનગરી તેના બીજા પુત્ર સાથે કોર્ટમાં મળવા માટે પહોચી ગયા હતા. કોર્ટમાં ફરિયાદ પક્ષના મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીની જુબાની હોવાથી કોર્ટ કમ્પાઉનમાં ભારે ઉતેજના સાથે ફરિયાદ પક્ષના લોકો પણ મોટી સંખ્યામાં કોર્ટમાં ઘસી આવ્યા હતા.
ફારૂક જામનગરીને પોલીસ વાહનમાંથી નીચે ઉતારી કોર્ટમાં લઇ જવામાં આવી ર્હ્યો હતો ત્યારે કરીમ આમદ પીપળવાળીયા, રજાક કરીમ, ઇકબાલ અજીજ, રસુલ આમદ, અજીજ આમદ, મુસ્તાક અજીજ, રફીક ગુલમામદ અને ગુલમામદ આમદ સહિતના શખ્સો છરી અને કાતર જેવા હથિયાર સાથે ઘસી આવતા રજાક જામનગરી વચ્ચે આવી જતા તેના પર કરીમ પીપળવાળીયો મરચું છાટી દીધું હતું.
બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ પરિસ્થિતી પામીને ફારૂકને કોર્ટમાં મોકલી દીધો હતો અને કંટ્રોલ રૂમમાં ફોન કરી વધારાના પોલીસ સ્ટાફને બોલાવી લીધો હતો. કોર્ટમાં રજાક જામનગરી અને કરીમ પીપળવારીયા જુથ્થ ઘાતક હથિયાર સામે આમને સામને આવી ગયાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને પ્ર.નગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રજાક જામનગરી અને તેના પુત્રની અટકાયત કરી હતી જ્યારે સામાપક્ષે કરીમ આમદ, રજાક કરીમ, ઇકબાલ અજીજ, રસુલ આમદ, અજીજ આમદ, મુસ્તાક અજીજ, રફીક ગુલમામદ અને ગુલમામદ આદમ નામના શખ્સોની અટકાયત કરી છે.
યુનુસ પીપરવાળીયા હત્યા કેસના મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીની જુબાની આપતો અટકાવવા માટે રજાક જામનગર દ્વારા કાવતરૂ રચીને સશસ્ત્ર અથડામણ કરાવ્યાના આક્ષેપ થઇ રહ્યા છે. મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીનો પત્તો ન હોવાથી પોલીસે તેની શોધખોળ હાથધરી છે. દરમિયાન ઘટના સ્થળે ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી દોડી ગયા હતા અને મહત્વના સાહેદ હુસેન સતાર નાથાણીને શોધીને તાત્કાલીક પોટેકશન સાથે જુબાની પુરી કરવા આદેશ કર્યો છે. યુનુસ કરીમની હ્ત્યા બાદ રજાક જામનગરી પરિવાર સાથે બજરંગવાડી વિસ્તારમાં રહેવા આવી ગયો છે. પોલીસ સલાહકાર સમિતીમાં ત્રણ વર્ષ સુધી સેવા આપનાર રજાક જામનગરી જંગલેશ્વર વિસ્તારમાં રહેતો ત્યારે અનેક વિવાદમાં સંડોવાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.